________________
શ્રી
અને સામા
હતું કે જેના લીધે તેમની અવિદ્યમાનતામાં જેવું પરિણામ આવ્યું, તેવું આવવા પામ્યું હતું.
હટાઓને મોટી ચિંતા. આખા સમુદાયની રક્ષા કરવી, એ કઈ ન્હાનું સૂનું કામ નથી. કેટલી ગંભીરતા અને સમયસૂચકતા વાપરીને હેટાઓએ દરેક કાર્યો કરવા જોઈએ,એ વાત હીરવિજય સૂરિ સારી પેઠે સમજતા હતા અને તેથી જ તે વખતના સમસ્ત સમુદાય ઉપર તેઓને પ્રભાવ પડતું હતું.
આપણે પહેલાં જોઈ ગયા છીએ કે હીરવિજયસૂરિ લગભગ બે હજાર સાધુઓના ઉપરી હતા. આ સાધુઓમાં કેટલાક વ્યાખ્યાની હતા, તે કેટલાક કવિ હતા, કેટલાક વૈયાકરણ હતા, તે કેટલાક નૈયાયિક હતા, કેટલાક તાકિક હતા, તે કેટલાક તપસ્વી હતા, કેટલાક રોગી હતા તો કેટલાક અવધાની હતા, અને કેટલાક સ્વાધ્યાયી હતા, તે કેટલાક ક્રિયાકાંડી હતા, એમ જુદા જુદા વિષયમાં સંપૂર્ણ કુશળતા ધરાવનારા હતા અને તેથી જ તે સાધુએ બીજાઓ ઉપર સારી અસર કરી શકતા. સૂરિજીની આજ્ઞામાં રહેનારા સાધુઓમાં મુખ્ય આ હતા –
૧ વિજયસેનસૂરી. આમનાં કાર્યોનું અવલેકન કરીએ છીએ, ત્યારે એમ કહેવામાં લગારે છેટું નથી જણાતું કે ગુરૂના ઘણા ગુણે તેઓને વારસામાં મળ્યા હતા. ટૂંકમાં કહીએ તે, હરવિજયસૂરિ જેવાજ લગભગ તે પ્રતાપી હતા. અને એ વાતની ખાતરી આપણને છટ્ઠ પ્રકરણમાંથી થઈ જ ગયેલી છે કે–તેમણે પણ પિતાની વિદ્વત્તાથી બાદશાહ ઉપર ઘણો જ પ્રભાવ પાડયું હતું. તેઓ મૂળ મારવાડમાં આવેલા નાડલાઈ ગામના રહેવાસી હતા. તેમની પૂર્વ પિઢીયે તપાસતાં માલૂમ પડે છે કે તેઓ રાજા દેવડની પાંત્રીસમી પેિઢીએ થયેલ છે. તેમના પિતાનું નામ કમાશાહ અને માતાનું નામ કેડિમદે હતું અને તેનું નામ જેસિંઘ હતું. વિ. સં. ૧૬૦૪ ના ફાગણ સુદિ ૧૫ ના દિવસે તેમને જન્મ થયો હતે.
તેમની સાત વર્ષની ઉમર થઈ ત્યારે તેમના પિતાએ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org