________________
શિષ્ય પરિવાર
શકતા, એટલું જ નહિ, પરંતુ તેઓને અણધારી શિષ્ય-સંપદાઓ આવી મળતી. આને એજ પુરાવે છે કે–તેઓ ધીરે ધીરે આગળ વધીને બે હજાર સાધુઓનું આધિપત્ય ભોગવનાર આચાર્ય થયા હતા.'
આ પ્રસંગે એક વાત અવશ્ય સમજવા જેવી છે, અને તે એ કે કોઈ પણ પદ પ્રાપ્ત કરવામાં એટલી મુશ્કેલી નથી રહેલી, કે. જેટલી તે “પદ”ની–ઉપરીપણ” ની જવાબદારી સમજવામાં રહેલી છે. આચાર્ય હીરવિજયસૂરિ આચાર્ય થયાગચ્છનાયક થયા–બે હજાર સાધુઓ અને લાખે જૈનગ્રહસ્થાના આગેવાન થયા, તેથી તેઓ જેટલા પ્રશંસાસ્પદ છે, તેના કરતાં તેઓએ પિતાના ‘પદ” ની જવાબદારી સમજીને જે જે કાર્યો કર્યા હતાં, જે યુક્તિ અને વિશાળભાવથી તેમણે સમુદાયની સંભાળ રાખી હતી, અને શાસનના હિતની ખાતર જે જે મુશ્કેલીઓની હામે થવામાં તેમણે પુરૂષાર્થ વાપર્યો હતે, તેને માટે તેઓ વધારે પ્રશંસાસ્પદ છે.
આમ કહેવામાં ખાસ એક વજૂદ છે, અને તે એ છે કે-હમેશાંથી બનતું આવે છે તેમ, હીરવિજયસૂરિના સમયમાં પણ કેટલાક કલેશપ્રિય અને સંકુચિત હૃદયના મનુષ્ય કઈ પણ કારણને હાથમાં લઈ, સમાજમાં નવા નવા લેશે ઉભા કરતા કેટલાક માનના ભૂખ્યા અને પ્રતિષ્ઠાના પૂજારી મનુષ્ય પોતાની ઈચ્છા તૃપ્ત કરવાને સમાન જમાં ભેદ પાલ દેતા, અને કેટલાક ઈર્ષાળુ હૃદયના મનુષ્ય એક બીજાની કીર્તિને નહિ સહન કરી શકવાથી નહિ ઈરછવાયેગ્ય ઉપદ્રવને ઉભા કરતા; પરતુ આવા પ્રસંગે વખતે લગાર પણ ઉતા, વળ, દુરાગ્રહ કે ઉછાંછળાપણું નહિ કરતાં બૈર્ય, ગંભીરતા અને દીર્ઘ વિચાર પૂર્વક સૂરિજી એવાં પગલાં ભરતા કે જેનું પરિણામ સારૂં જ આવતું. જો કે, કઈ કઈ વખતે સૂરિજીનું પગલું, તેમના અનુયાયિઓને પણ એકાએક તે ઉતાવળીયું લાગતું, પરંતુ પાછનથી જ્યારે તેનું પરિણામ જોવાતું, ત્યારે “મહાત્માઓના હદયસાગરને કેઈ પત્તા મેળવી શકતું નથી. એ વાતની સત્યતા ચક્કસ રીતે તેમને સમજાતી, સૂરિજીને, આવા પ્રસંગે ઉપસ્થિત થયે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org