________________
સુરીશ્વર અને સમ્રા,
-
-
પ્રકરણ ૯ મું.
શિષ્ય-પરિવાર
માં તે શકજ નથી કે-કેઈને પણ આધિપત્ય પુણ્ય-પ્રકર્ષ સિવાય મળતું નથી. એકજ માતાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ બે ભાઈઓમાં એકને હજારે મનુષ્ય માને છે, તેના મુખથી
નીકળતા શબ્દને ઈશ્વરવાકયની તુલ્ય ગણું લોકે મસ્તકે ચઢાવે છે, અને તેના હાથથી લખાએલા થોડાજ શબ્દ પણ આખી આલમ સ્વીકારવાને તૈયાર થાય છે, જ્યારે બીજાને કઈ ભાવ પણ પૂછતું નથી. આનું કારણ એકના પુણ્યને પ્રકર્ષ અને બીજાના પુણ્યની હીનતા સિવાય બીજું કંઈજ નથી. સંસારના હજારો મનુષ્ય માન મેળવવાને માર્યા માય ફરે છે, છતાં માન મળતું નથી; લાખો મનુષ્ય પ્રતિષ્ઠા મેળવવાને ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે, છતાં પ્રતિષ્ઠા મળતી નથી, એનું કારણ શું? એનું કારણ તેવા પ્રકારના પુણ્યની ખામીજ છે. ખરી રીતે જોવા જઈએ તે કોઈ પણ વસ્તુની અભિલાષા, એજ તે વસ્તુને મેળવવામાં બાધક નિવડે છે. - અન્નનાં જાત મિર્સ મit fમ મીણા આ લેકેતિમાં ખરેખર સત્ય સમાયેલું છે. નહિં માંગનારને બધી વસ્તુઓ મળે છે. નિઃસ્પૃહી-નિરાહ પુરૂને તે વસ્તુ જલદી અને અનાયાસથી આવી મળે છે. આપણા નાયક હીરવિજયસૂરિમાં નિષ્ણુહતાને કે ગુણ હતું, એ અત્યાર સુધીના તેમના જીવન ઉપરથીજ આપણે જોઈ શકયા છીએ. અને તેનું જ એ કારણ હતું કે તેઓ જ્યાં જતા, ત્યાં માન-પ્રતિષ્ઠા મેળવતા, અને ધારું કામ પણ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org