________________
૨૨૪
સૂધાર અને સારુ
-
-
-
-
હતાં, તે બધાઓને ઉપગ દીક્ષાના નિમિત્તમાં કરવામાં આવ્યું, અને વરસિંઘે મોટી ધૂમધામ પૂર્વક દીક્ષા લીધી.
માતા-પિતા અને સ્ત્રી-પુત્રાદિના ક્ષણિક મેહમાં લુબ્ધ થઈ જનારા કમજોર હૃદયના દીક્ષાના આકાંક્ષી પુરૂએ ઉપરને પ્રસંગ ધ્યાનમાં લેવા જેવું છે. માત્ર એક વચન ઉપરથી કાર્યમાં ઉતરી પડવું, એ શું ઓછું મને બળ બતાવે છે?
આજ વરસિંઘ ધીરે ધીરે આગળ વધી પંન્યાસ થયા, અને એકસે આઠ શિષ્યના અધિપતિ થયા.
આ સિવાય પાટણની અંદર સંઘજી નામના ગૃહરથે બીજા સાત જણાઓની સાથે લીધેલી દીક્ષા પણ ખાસ નેધવા લાયક છે. - સંઘજી પાટણને એક હેટ ગૃહસ્થ હતે. ત્રાદ્ધિ સમૃદ્ધિ તેને ત્યાં ઘણી હતી. તેની એક સુશીલા સ્ત્રી હતી અને એક પુત્રી હતી. બત્રીસ વર્ષની ઉમરે સરિજીને ઉપદેશ સાંભળતાં તેને દીક્ષા લેવાની ભાવના થઈ હતી. એક વખતે સૂરિજીને ઉપદેશ સાંભળીને ઘેર આવ્યું અને બત્રીસહજાર મહમૃદિક પિતાની સ્ત્રીને આપીને કહ્યું—“આ જો અને મને દીક્ષા લેવાની અનુમતિ આપો” તેની સ્ત્રી ધર્મશીલા હતી. તેણીએ કહ્યું–હું દીક્ષા લેવાને માટે ના નથી પાડતી, પરંતુ આ પુત્રી ન્હાની છે, તેનું લગ્ન કર્યા પછી તમે દીક્ષા લે.”
સંઘજીએ કહ્યું–‘તેના લગ્નને આધાર શું મારા ઉપર રહેલો છે? શું હું જ તેનું લગ્ન કરીશ તે થશે? અન્યથા નહીં થાય? નહિં, એવું ધારવુંજ નહિં! દરેક મનુષ્ય પોતાના પુણ્યથી વ્યવહાર ચલાવી રહ્યાં છે. કેઈનું કર્યું કઈ થતું નથી. અત્યારે હું આ સંસારયાત્રાને ખતમ કરીને ચાલ્યા જાઉં, તે પછી તેનું શું થાય? કંઈ નહિ. સા સાના ભાગ્ય પ્રમાણે થયા જ કરે છે.”
સંઘને દઢ નિશ્ચય જાણો તેની પત્નીએ અનુમતિ આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org