________________
२२२
સૂરીશ્વર અને સમ્રા.
-
-
-
વખતમાં સૂરિજીનું ઉપર્યુંકત સ્વપ્ન સાચું પડયું. વાત એવી બની કે-રાહના રહેવાસી સુપ્રસિદ્ધ શ્રીવંત શેઠ અને તેમના કુટુંબના બીજા નવ જણે એકી સાથે સૂરિજી પાસે દીક્ષા લીધી. તે દશ જણ આ હતા:-શ્રીવત શેઠ, તેમની સ્ત્રી લાલબાઈ (બીજું નામ શિણગારદે હતું ), તેમના ચાર પુત્રો (ધારે, મેઘે, કુંવરજી (ક) અને અજે,) તેમની પુત્રી, તેમની બહેન, તેમના બનેવી અને ભાણેજ, આ દશેનાં નામે આ પ્રમાણે રાખવામાં આવ્યાં– ૧ શ્રીવત શેઠ (કંઈ જાણવામાં નથી) ૬ અજાનું અમૃતવિજય ૨ સ્ત્રીનું લાભશ્રી, ૭ પુત્રીનું સહેજશ્રી ૩ ધારાનું ધર્મવિજય ૮ બહેનનું રંગશ્રી ૪ મેઘાનું મેરૂવિજય ૯ બનેવીનું શાલષિ ૫ કુંઅરજી (કલે)નું વિજયાનંદસૂરિ ૧૦ ભાણેજનું ભકિતવિજય
આવી રીતે આખા કુટુંબે લીધેલી દીક્ષા કેને અજાયબી ઉત્પન્ન નહિ કરે ? ઉપર્યુંકત દીક્ષાઓમાં શ્રીવંત શેઠના જે ચાર પુત્રએ દીક્ષા લીધી હતી, તેમાં અરજી (ક) વધારે પ્રસિદ્ધ થયું હતું. આ કંઅરજી તેજ છે કે-જેઓ પાછળથી વિજયાનંદસૂરિના નામથી ઓળખાયા છે.
આજ શિરોહીમાં વરસિંઘ નામને એક ગૃહસ્થ રહે તે હતું. તે ઘણે ધનવાન હતું અને તે યુવાવસ્થામાં આવેલ હેવાથી તેના લગ્નને માટે તૈયાર થઈ રહી હતી. તેના ઘરે મંડપ નખાયે હતે. ગીતે ગવાઈ રહ્યાં હતાં. હંમેશાં વાજિ વાગી રહ્યાં હતાં અને જમણુને માટે મિષ્ટાને પણ બની રહ્યાં હતાં. એ પ્રમાણે વિવાહચિત તમામ પ્રકારની સામગ્રી તૈયાર હતી. માત્ર લગ્ન મુહૂ ર્તના ગણ્યા ગાંઠયા દિવસે જ બાકી હતા.
૧ આબુથી લગભગ દક્ષિણમાં ૧૨ માઈલ ઉપર રાજપૂતાના માલવા રેલવેમાં સ્ટેશનનું આ ગામ છે. અત્યારે પણ તેને રેહજ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org