________________
છું. મારે નથી સ્ત્રી કે નથી પુત્ર. આત્મકલ્યાણ કરવાને માટે જ હું સાધુ થવાને ઇચ્છું છું. મારે ગામ-ગરાસ કે ધનની કંઈ જરૂર નથી. હું તે માત્ર આપની પ્રસન્નતા ચાહું છું અને એવી પ્રસન્નતા પૂર્વક આપ મને સાધુ થવાની આજ્ઞા આપે, એજ મારી વિનતિ છે.”
જેતાશાહની સંપૂર્ણ દઢતા જોઈને બાદશાહે દીક્ષા લેવાની આજ્ઞા આપી. તે વખતે થાનસિંઘે કહ્યું-“હીરવિજયસૂરિ તો અહિં રહેતા નથી, તે પછી એમને દીક્ષા કેણ આપશે?
બાદશાહે કહ્યું- જાઓ, સૂરિજીને જઈને કહે કે જ્યાં લાભ હોય, ત્યાં આપે રહેવું જોઈએ. જેતાશાહ આપની પાસે દીક્ષા લેવાને ચાહે છે, એ લાભ કઈ કમ નથી,સુતરાં, સૂરિજીને છેડે વખત સ્થિરતા કરવી જ પડી. જૈતાશાહની દીક્ષાને માટે ઉત્સવ શરૂ થયે. બાદશાહની અનુમતિથી થયેલી મહેટી ધૂમધામ પૂર્વક સૂરિજીએ જેતાશાહને દીક્ષા આપી અને તેઓનું નામ જીતવિજયજી રાખવામાં આવ્યું. આ જીતવિજયજી “બાદશાહી યતિ” ના નામથી પ્રસિદ્ધ થયા.
જેતાશાહ જેવા પ્રસિદ્ધ અને બાદશાહના માનીતા ગૃહસ્થ દીક્ષા લેવાથી જૈનધર્મની કેટલી પ્રભાવના થઈ હશે, એ સહજ સમજી શકાય તેમ છે.
આચાર્ય હીરવિજયસૂરિના ઉપદેશમાં જ એક પ્રકારની એવી ચમત્કારિક શકિત હતી કે જેના લીધે તેમના ઉપદેશથી કે કોઈ વખતે તે કુટુંબનાં કુટુંબ દીક્ષા લેતાં હતાં.
- સુરિજી જ્યારે શિરેહમાં હતા, ત્યારે તેમને એક દિવસ રાત્રે એવું સ્વપ્ન આવ્યું કે –“ હાથીનાં ચાર ન્હાનાં બચ્ચાં સૂર કરીને પુસ્તક ભણી રહ્યાં છે.” આ વનને વિચાર કરતાં તેમને જણાવ્યું કે સુંદર પ્રભાવક ચાર ચેલા મળવા જોઈએ.” ચેડાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org