________________
દીક્ષાદાન,
અખા સરોવર પાસે રાયણના વૃક્ષ નીચે હીરવિજયસૂરિ પાસે દીક્ષા લીધી.
આવી રીતે એકી સાથે નવ જણની દીક્ષાએ જઈ શ્રીમાલી જ્ઞાતિના નાના નાગજી નામના ગૃહસ્થને વૈરાગ્ય થઈ આવ્યું, અને તેથી તેણે પણ તેજ વખતે દીક્ષા લઈ લીધી. તેનું નામ ભાણુવિજય રાખવામાં આવ્યું.
આવી રીતના ક્ષણિક વૈરાગ્યથી એકાએક દીક્ષા લઈ લેવાનું અને આપવાનું કાર્ય, કેટલાકને નહિં ઈચ્છવાયેગ્ય-ઉતાવળીયું જણશે; પરન્તુ વડુત તેવું નથી. કારણ કffસ gfar શુભ કાર્યોમાં અનેક વિદને આવવાને પ્રસંગ રહે છે અને તેટલા જ માટે ધર્મસ્થ સરિતા અતિઃ એમ કહેવામાં આવે છે. ધર્મના કાર્યમાં ઢીલ થવી જોઈએ નહિં. તેમાં ખાસ કરીને દીક્ષા જેવા કાર્યને માટે તે હિંદુધર્મશાસ્ત્રમાં પણ એમજ કહેવામાં આવ્યું છે કે-ચઢવ વિક્રેત તવ પ્રવર્તેતા જે દિવસે વૈરાગ્ય થાય, તેજ દિવસે દીક્ષા લઈ લેવી. તીવ્ર વૈરાગ્ય થાય, તે વખતે મુહૂર્તની પણ રાહ જોવાની જરૂર નથી. કેણ જાણે બીજા ક્ષણમાં કેવા વિચારે થઈ આવે? બેશક, એ વાત ખરી છે કે કે-દીક્ષા દેનારે યોગ્યતાને વિચાર અવશ્ય કરવું જોઈએ છે.
બીજા પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ કે-હીરવિજયસૂરિ સાગરના શિષ્ય મતિસાગરે પણ સં. ૧૭૦૧ ની સાલમાં ખંભાતની તીર્થમાળા બનાવી છે, તેની અંદર પણ ચિંતામણિ પાર્શ્વનાથનું, આદિનાથનું અને નેમિનાથનું-એમ ત્રણ દેરાસર હોવાનું જણાવ્યું છે.
વર્તમાનમાં ખંભાતના ખારવાડાના દેરાસરમાં કંસારી પાર્શ્વનાથની મૂર્તિ છે. કહેવાય છે કે-આ મૂર્તિ કંસારીપુરમાંથી લાવવામાં આવી હતી. સંભવ છે, આજ પાર્શ્વનાથની મૂર્તિને પહેલાં “ ભીડભંજનપાર્શ્વનાથ' કહેતા હોય.
૧ આંબાસરેવરને વર્તમાનમાં આંબાખાડ કહે છે. તે કસારીપુરથી લગભગ અડધા માઇલ ઉપર પશ્ચિમ દિશામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org