________________
-
-
-
-
- -
-
-
- -
-
-
- - - -
- -
- - -
-
-
- -
-
તાજી! આપ મારી કઈ પણ ચિંતા ન કરે. હું પણ આપની સાથે
જ દીક્ષા લેવાને તૈયાર છું. માતા-પિતા અને બહેનની સાથે મને દિક્ષા લેવાને પ્રસંગ પ્રાપ્ત થાય, એ શું મારે માટે કમ સિભાગ્યની નિશાની છે, આ અપૂર્વ પ્રસંગ મને કયાં મળવાને હતે?” પુત્રને સ્વતા આ વિચાર જાણે પિતાને બહુ પ્રસન્નતા થઈ. આત્મકલ્યાણના પગથિયા ઉપર ચઢવાને પિતાની મેળે તૈયાર થતા બાળક મેઘકુમારના ઉપર્યુક્ત શબ્દોએ બહુજ અસર કરી.
મેઘકુમારને પણ દીક્ષા લેવાને માટે વિચાર થતાં તેની કાકીને પણ વૈરાગ્ય થયે અને તે પણ દીક્ષા લેવાને માટે તૈયાર થઈ. ધીરે ધીરે એક પછી એકને વૈરાગ્ય થતાં આખા કુટુંબને (પાંચ જણને) દીક્ષા લેવાને તૈયાર થયેલ જેઠ, અભયરાજના ચાર મુખ્ય વાતરે પણ તેમની જ સાથે દીક્ષા લેવાને તૈયાર થયા. એકંદર નવે જણને દીક્ષા લેવાને વિચાર નક્કી થતાં અભયરાજે આચાર્ય હીરવિજયસૂરિ ઉપર એક પત્ર લખે, અને આ પ્રમાણે દીક્ષા લેવાની હકીકત જણાવી. આ વખતે આચાર્યશ્રી ખંભાતમાં બિરાજતા હતા. આચાર્યશ્રીએ પ્રત્યુત્તરમાં દીક્ષા આપવા માટે બહુ ખુશી બતાવી
આવા લજજાસંપન્ન, કુલસંપન્ન, વિનયસંપન્ન, ધનસંપન્ન અને દરેક રીતે ચગ્ય-એવા વૈરાગી પુરૂષને દીક્ષા આપવા માટે આચાર્યશ્રી ઉત્સુકતા બતાવે, એમાં નવાઈ જેવું જ શું છે?
સૂરિજીને જવાબ આવતાંની સાથે જ અભયરાજ બધાંઓને સાથે લઈ હીરવિજયસૂરિ પાસે ખંભાત ગયે. ખંભાતમાં તેઓએ વાઘજી શાહ નામના ગૃહસ્થને ત્યાં ઉતારે કર્યો. દીક્ષેત્સવની તૈયારી થવા લાગી. લેકે એકઠા થવા લાગ્યા. મિષ્ટાન પાછુ ઉડવા લાગ્યા, દાનક્રિયાઓ શરૂ થઈ. એ પ્રમાણે લગભગ ત્રણ મહીના સુધી શુભ કાર્યો થતાં અભયરાજે તે નિમિત્ત પાંત્રીસ હજાર મહમુંદિશા વ્યય કરી પિતાની લવમીને સાર્થક કરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org