________________
ચબાઓ પર પ્રભાવ
સૂરિજીનુ ઉપર્યુંકત કથન ધ્યાનપૂર્વક સાંભળ્યા પછી આજમખાને એક હાસ્યજનક કથા સંભળાવી. તેણે કહ્યું
આપને યદિ ખોટું ન લાગે, તે હું એક વાત કહુ. હિંદુ લેકે ખુદાને કદિ પણ પ્રાપ્ત કરી શક્તા નથી. મુસલમાને જ પ્રાપ્ત કરી શકે છે. જૂઓ-એક વખત એવું બન્યું કે હિંદુ અને મુસલમાન બન્નેને આપસમાં ઝઘડે થયે. હિંદુઓ કહેવા લાગ્યા કે ખુદા પાસે અમે જઈ શકીએ છીએ. મુસલમાને કહે કે અમે. આ ઝઘડામાં એ નિશ્ચય થયે કે-બને પક્ષના એક એક માણસને ત્યાં મોકલવામાં આવે તેમાંથી જે પક્ષને માણસ ત્યાં જઈને આવે, તે પક્ષ ખુદાની નજદીક છે, એમ માનવું. બસ,હિંદુઓમાંથી એક વિદ્વાન માણસ ત્યાં જવાને તૈયાર થયે; તે પિતાનું શરીર છેઠને ખુદાની પાસે જવા રવાના થયે. પરંતુ આગળ જતાં રસ્તામાં મહાટુ જગલ આવ્યું. તે જગલને ઉલ્લંઘીને આગળ જઈ શક્યો નહિ, અને પાછા આવ્યું. લેકેએ પૂછયું-“ખુદાની પાસે જઈ આવ્યા?” તેણે કહ્યું-“હા, જઈ આવ્યા.” ફરી પૂછયું- ખુદા કે છે?” જવાબ આપે-“ઘણેજ સુંદર.” પરંતુ તેણે કંઇ નિશાની આપી નહિ, તેથી તેનું જૂઠાપણું જાહેર થઈ ગયું.
તે પછી એક મુસલમાન પોતાની કાયાને છેડીને ખુદાની પાસે ગયે. આગળ જતાં તેણે દાડમ, બદામ, દ્રાક્ષા, અખંડ, ચપ, આંબા, જાંબૂ અને લીંબૂ વિગેરેનાં ઝાડે જોયાં. સેનાનાં મકાને દેખ્યાં. મીઠા ટેપરા જેવાં પાણી પીધાં. વળી આગળ ચાલ્યું એટલે તેણે હીરા-માણેક-મોતીથી જડેલા સેનાના સિંહાસન ઉપર બેઠેલા ખુદાને જોયા. ખુદાની પાસે અનેક ફિરસ્તાઓની ઉભેલી જ જોઈ, ખુદાને નમસ્કાર કરીને તે ઝટ પાછો વળે. માર્ગમાં આવતાં ખુદાની પાસે જઈને આવ્યો છે, એના ખાતરી કરાવવાને માટે તે મરચાંની એક લેબ બગલમાં ભારતે આવ્યું. આથી સિદ્ધ થાય છે કે મુસલયાના સિવાય બીજું કે ખુદાની પાસે જઈ શકતું નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org