________________
સૂરીશ્વર અને શિક્ષા
સરિજી—“ ખાનસાહેબ! સંસારમાં ખુદા આવી શકતેજ નથી, તે પછી તેની ભેટ થાયજ કયાંથી? વળી દેશ, માલ, ઘર, સી વિગેરે સમસ્ત વરતુઓને છેવને અમે સાધુ થયા છીએ, પછી અમારે એવા ચમત્કાર કરીને જગને ચમત્કૃત કરવાની જરૂરજ શી છે? અમને નથી પૈસાની ઇચ્છા કે નથી રાજ્યપ્રાપ્તિને લેભ. બેશક, એ વાત ખરી છે કે-એવી ચમત્કારિક વિદ્યાઓ સંસારમાં અવશ્ય મજૂદ છે, પરંતુ તેના કરવાવાળા નિસ્પૃહી અને ત્યાગી મહાત્માઓ સંસારમાં બહુજ ચેડા છે. તે કાલિકાચાર્ય હવે ક્યાં છે કે જેમણે ઇંટનું સોનું બનાવ્યું હતું ? હવે તે સનસ્કુમાર કયાં છે - જેના થેંકમાત્રથી શરીરના રગે ચાલ્યા જતા હતા? આવી આવી અનેક વિદ્યાઓને ધારણ કરનારા મહાત્માઓ વિદ્યમાન હતા, પરન્તુ તેમણે એમ સમજીને પાછલી સંતતિને એ વિદ્યાઓ ન આપી, કેઆ લોકે આ વિદ્યાઓથી ગાવિત થઈને પોતાનું સાધુપણું પણ છે દેશે. પહેલાના જે સાધુઓ હતા, તે તે તેમની વિદ્યાઓને દુરૂપયોગ નહતા કરતા. જ્યારે કંઈ ધર્મનું કાર્ય આવી પડતું અને ખાસ જરૂર જણાતી, ત્યારે જ તેઓ તેને ઉપયોગ કરતા. ખરી વાત તે એ છે કે અત્યારે પણ સાધુ, પિતાના ચારિત્રનું નિર્મળ રીતે પાલન કરે અને પિતાના સાધુધર્મમાં બરાબર દઢ રહે, તે તે પણ ધાર્યું કામ અવશ્ય પાર પાડવાને સમર્થ થઈ શકે છે. ચારિત્રને પ્રભાવજ એવો છે કે–વગર વચન કાઢે પણ હજારે મનુષ્યના ઉપર વિજળીની માફક અસર કરી શકાય છે. ચારિત્રના પ્રભાવથી જ, સાધુની હામે આવનારાં જાતિવૈરવાળાં પ્રાણિયે પણ પિતાના વરને ભૂલી જાય છે. પરંતુ એટલું નિર્મળ ચારિત્ર લેવું જોઈએ. એવા નિર્મળ ચારિત્રવાળાની પાસે મંત્ર-તંત્રાદિ ન હોય, તે પણ ચાલી શકે છે. પિતાના નિર્મળ ચારિત્રથી જ બધું કાર્ય સિદ્ધ થઈ શકે છે. અમે અત્યારે જે ખુદાની બંદગી કરીએ છીએ, અને સાધુધર્મ પાળીએ છીએ, તે એટલા માટે કે ધીરે ધીરે કાળાન્તરે અમે પણ ખુદા થઈ શકીએ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org