________________
સખાઓ પર પ્રભાવ,
-
લડાઈને માટે તૈયાર થતાં જ સૂરિજીના પ્રતિનિધિ ધનવિજયજીનાં મને દર્શન થયાં હતાં, માટે મારી અવશ્ય ફતેહ થશે.” આજમખાનના લશ્કરે ખૂબ ધીરતા અને વીરતાપૂર્વક આગળ વધવા માંડયું. બનવા જોગ એ બન્યું કે-જામનગરને જે સત જામ આજમખાનની હામે થયે હતું, તેની ઘડી એકાએક ભડકી, આથી બીજા ઘડેસવારમાં પણ મહેસું ભંગાણ પડયું અને તમામને પોતાના ઘડાઓને મૂકી દઈ છૂટા થઈ જવું પડયું. આથી આજમખાન ફાવી ગયે અને તેના લશ્કરે આગળ વધી છત મેળવી. જો કે જામ તરફના જસા વજીરે બહુ બહાદુરી બતાવી હતી, પરંતુ આખરે તે રણમાં માર્યો ગયે અને સતા જામને નાસી જવું પડયું.
એ પ્રમાણે નવાનગરને સર કર્યા પછી આજમખાને જુનાગઢ ઉપર ચઢાઈ કરી અને ત્યાં પણ સંપૂર્ણ જીત મેળવીને પછી તે પાછા અમદાવાદ ગયે.
અમદાવાદમાં આવતાની સાથે જ તેણે સૂરીશ્વરજીને યાદ
૧ સતા જામનું ખાસ નામ હતું સતરસાલ ( શત્રુશલ્ય ). તે જામ વિભેજીના ચાર પુત્રો પૈકીને મુખ્ય હતા. તેની પ્રસિદ્ધિ જામ સતાજીના નામથી થઈ હતી. તે ગાદીનશીન થયો, ત્યારે ગુજરાતમાં ઘણી અવ્યવસ્થા ચાલતી હતી. ઇ. સ. ૧૫૬૮ માં તેના પિતા મરણ પામતાં તે ગાદીએ બેઠો હતો. જામ સતાજીના વખતથી જ સુલતાન મુજફફરની પરવાનગીથી જામનગરના જામો કરિયે પાડવા લાગ્યા હતા. આ હજામના વછરનું નામ જસો વજીર કહેવામાં આવ્યું છે, તેનું પૂરું નામ હતું વજીર જસા લાધક તેણે અને જામના પુત્ર કુંવર અજાજીએ બહાદુરી પૂર્વક આઝમખાનની સાથે યુદ્ધ કર્યું હતું; પરન્તુ આખરે બન્ને લડાઈમાં ખપી ગયા હતા. આઝમખાન અને જામ સતાજીની આ લડાઈનું વિશેષ વૃતાત જાણવું હોય, તેણે અકબરનામા-ત્રીજો ભાગ–બેવરિજન અંગરજી અનુવાદ, પે. ૯૦૨; કાઠીયાવાડ સર્વસંગ્રહ ( ગુજરાતી ભાષાન્તર) પિ. ૫૪-૪૫૫, મિરાતે અહમદી ( ગુજરાતી અનુવાદ) ૫. ૧૭૭ અને મીતે સિજરી (ગુજરાતી અનુવાદ) ૫. ૪૬૮ વિગેરેમાં જેવું.
25.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org