________________
સીગાર અને સયા
-
-
-
આઝમખાન, વિ.સં. ૧૬૪૮ની સાલમાં હીરવિજયસૂરિઅમદાવાદ પધાર્યા હતા. આ વખતે અમદાવાદને સૂબે આઝમખાન, કે જે બીજીવાર નિમાયે હતું, તે હતે. આઝમખાનની સૂરિજી ઉપર બહુ શ્રદ્ધા હતી. એક વખત આઝમખાન સોરઠ ઉપર ચઢાઈ કરવાને તૈયાર થયે, તેવામાં ધનવિજયજી તેમને મળ્યા અને કહ્યું કે-“હરવિજયસૂરિજી મહારાજે મને આપની પાસે મોકલ્યો છે.” તેણે ઉતા પૂર્વક પૂછવું–શું સૂરિજીએ મારા લાયક કંઈ કાર્ય ફરમાવ્યું છે? ધનવિજયજીએ કહ્યું-“હા, કાર્ય એ કે-આપ જાણે છે કે અમારાં પવિત્ર તીર્થો-ગિરિનાર, શત્રુંજય વિગેરે બાદશાહ તરફથી અમને સુપરત થયેલાં છે, અને તે સંબંધી પરવાના પણ મળ્યા છે. પણ ખેદ છે કે-હજૂ તેને જોઈએ તે અમલ થતું નથી. કેટલાંક વિને ઉપસ્થિત થાય છે, માટે તેને પાક બંદોબસ્ત આપના તરફથી થ જોઈએ.”
તેણે ધનવિજયજીને જવાબ આપ્યો કે “સૂરિજી મહારાજને મારી સલામ સાથે જણાવશે કે–હાલ હું લડાઈના કાર્ય માટે જાઉં છું. ત્યાંથી આવ્યા પછી જરૂર આપની આજ્ઞા પ્રમાણે કરી દઈશ”
ધનવિજયજી સૂરિજી પાસે આવ્યા. આઝમખાને સરક ઉપર ચઢાઈ કરી. સૌથી પહેલાં તે જામનગર ઉપર ચઢ્યો. એક તરફ આઝમખાનનું લશ્કર અને બીજી તરફ હાલા, ઝાલા અને કાઠી કે-એમ બને લશ્કરેને આપસમાં ખૂબ યુદ્ધ થયું. આજમખાનને સૂરિજી ઉપર બહ શ્રદ્ધા હતી. તેને વિશ્વાસ હતો કે
૧ આ આઝમખાન તેજ છે કે જેને ખાને આઝમ ( મહેતા) અથવા મિરજા અજીઝકાકાના નામથી ઓળખવામાં આવે છે. તે ઈ. સ. ૧૫૮૭ થી ઈ. સ. ૧૫૯૨ સુધી અમદાવાદના સૂબા તરીકે રહ્યો હતે. વધુ હકીક્ત માટે જૂઓ મીર એહમદીને ગુજરાતી અનુવાદ, ૫. ૧૭ થી ૧૮૫ સુધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org