________________
સૂરીશ્વર અને સાહ.
રજ આટલે પ્રયત્ન કરવાની જરૂર પડી હતી. સૂરિજી ખુશીની સાથે ખંભાત તરફ પધાર્યા. હબીબુલ્લાહે હાથી, ઘેડા અને ચતુર ગીસેના પૂર્વક સૂરિજીનું સ્વાગત કર્યું. તે પોતે પણ સૂરિજીની હામે ગયે. સૂરિજીને દેખતાંની સાથે જ તે તેમના પગમાં પડે અને સૂરિજીના ગુણ ગાવા લાગ્યું.
સરિછના ખંભાતમાં પ્રવેશ કર્યા પછી હબીબુલ્લાહે સૂરિજી પાસે માફી માગી અને કહેવા લાગે કે-“મહારાજ આપ દયાળુ પુરૂષ છે. મેં આપનું જે અપમાન કર્યું છે, તેની આપ મારા ઉપર દયા લાવીને મને માફી આપે. હું ખુદાના નામ પૂર્વક કહું છું કે હવે કેઈ પણ દિવસ કઈ પણ મહાત્માનું આવું અપમાન કરીશ નહિં?”
સૂરિજીએ કહ્યું-“સુલતાનજી! જૂઓ આ ગામ આપનું છે. આપના તરફથી માણસે બોલાવવા માટે આવ્યા કે તુર્તજ હું રવાના થયે. જે મારા મનમાં આપના ઉપર કંઈ પણ દુર્ભાવ હત, તે હું આવતેજ શા માટે?” - હબીબુલ્લાહ આથી ઘણેજ પ્રસન્ન થયો. સૂરિજીની મુખમુદ્રા અને અસલ ફકીરીનું નિરીક્ષણ કરતાં જ તેના અંતઃકરણમાં કઈ એરજ પ્રકારને ભાવ ઉત્પન્ન થયો. તેને ખાતરી થઈ કે આવા ગુણવાનું મહાત્માને અકબર બાદશાહ અને તમામ લેકે માન આપે, એમાં કઈ નવાઈ નથી.
- આ પછી પણ હબીબુલ્લાહ અવારનવાર સૂરિજીને ઉપદેશ શ્રવણ કરવાને ઉપાશ્રયમાં આવતે રહે. એક વખત સૂરિજીના વ્યાખ્યાન પ્રસંગે હબીબુલ્લાહ આવ્યું. આ વખતે સૂરિજી મુખ ઉપર સુહપતી બાંધીને વ્યાખ્યાન વાંચતા હતા. આ જોઈને હબી
૧ મુહપતીનું સંસ્કૃત નામ “મુખવચિકા ” છે. આ મુખવસ્ત્રિકા જૈન સાધુઓ હમેશાં પિતાની પાસે હાથમાં રાખે છે અને જ્યારે બેલવાનું કામ પડે છે, ત્યારે મોં આગળ રાખે છે. પ્રાચીન જમાનામાં, કે જયારે કાગળોને પ્રચાર હેતે થેયે અને થે લાંબા લાંબા તાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org