________________
ઉપરથી લખાએલા વિસ્તૃત લેખો પ્રકટ થયા છે. જનતાને આ આદર મારા ભુદ્ર પ્રયત્નની યત્કિંચિત પણ સફલતા સૂચવે છે એ જાણું મને આનંદ થાય, એ સ્વાભાવિક છે. બીજી તરફથી જૈન સમાજ, કે જે પિતાના આ મહાન પરમ પ્રભાવક આચાર્યને તેમના વાસ્તવિક-સત્ય સ્વરૂપમાં ઓળખી શકી નહતી, તે પણ ઓળખતી થઇ, અને જેને એક સામાન્ય આચાર્ય અથવા સાધુ તરીકે ગણી રહી હતી, તેને તેના સત્ય સ્વરૂપમાં મહાન પુરૂષ તરીકે ઓળખી જયંતી પણ ઉજવતી થઈ છે, એ પણ એક ખુશાલીનું જ ચિહ્ન છે. ' એ પ્રમાણે આ પુસ્તક એક ઐતિહાસિક-મુખ્યત્વે જૈન ઇતિહાસયુક્ત પુસ્તક હોવા છતાં જેન અને જૈનેતરામાં સારે આદર પામ્યું, એનજ એ કારણ છે કે– પ્રકાશકને તેની બહુ જલદી બીજી આવૃત્તિ બહાર પાડવાની જરૂર પડી. જો કે આમાં આવેલા એક નવીન ફરમાનને અનુવાદ કરાવવામાં અને બીજા કેટલાંક અનિવાર્ય કારણે ઉપસ્થિત થવાથી પુસ્તક તૈયાર થઈ ગયેલું હોવા છતાં તેને પ્રકટ કરવામાં ઘણો વિલંબ લાગી ગયા છે.
વિશેષતા–પ્રથમવૃત્તિ કરતાં આ બીજી આવૃત્તિમાં ખાસ એક વિશેષતા વાંચકે જોઈ શકશે. અને તે વિષેશતા પરિશિષ્ટોમાં વધારેલા, એક ફરમાન સંબંધી છે,
ખંભાતથી મળેલાં અકબર અને જહાંગીરનાં છ ફરમાનો પૈકી એક, ફરમાન, કે જે જહાંગીરે આપેલું છે, તે અતિ જીર્ણ હોવાથી અને તેને અનુવાદ સંતોષકારક નહીં થઈ શકવાથી પ્રથમવૃત્તિમાં આપી શકાયું નહતું. જો કે આ ફરમાનને ઉલેખ પ્રથમવૃત્તિની પ્રસ્તાવનામાં જરૂર કર્યો હતો. આ છ ફરમાન પણ આ બીજી આવૃત્તિમાં પરિશિષ્ટ ૨ તરીકે આપ્યું છે. બીજાં પાંચ ફરમાનોની માફક આ ફરમાન પણ જૈન ઇતિહાસમાં અતિ મહત્વનું છે. હીરવિજયસૂરિના પ્રધાન શિષ્ય વિજયસેનસૂરિને ખંભાતની પાસેના અકબરપુરમાં સ્વર્ગવાસ થયો. તેમનું મારક કાયમ રાખવાને તૃપાદિ કરાવવા દસ વિઘા જમીનના એક ટ્રકડાની માગણી અંદુ સંધવી બાદશાહ જહાંગીર પાસે કરે છે. બાદશાહ મદદ-ઇ-મુઆરા નામની જાગીર તરીકે અકબરપુરમાંજ તેટલી જમીનને ટૂકડા ભેટ કરે છે.
આ પુસ્તકના ૨૩૬ માં પેજમાં વર્ણવેલી આજ હકીકતને આપણું આ ફરમાન અક્ષરશઃ પુષ્ટ કરે છે. વધુમાં વાંચનારાઓ જોઇ શકશે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org