________________
વિષ કાર્યસિવિલ
૧૫
સહેજે નવાઈ ઉપજે એ વિષય છે કે-અકબરની જીવનમૂર્તિને આલેખવાવાળા-લિપિબદ્ધ કરવાવાળા આધુનિક એક પણ જૈનેતર લેખકે જૈન સાધુઓએ અકબરના ઉપર પાડેલા પ્રભાવ સંબંધી પોતપોતાનાં પુસ્તકમાં કંઈ પણ ઉલ્લેખ કર્યો નથી. આનું મૂલ કારણ શું છે, એ સંબંધી પરામર્શ કર, આ પ્રસંગે સમુચિત સમજાય છે.
યદ્યપિ એ વાત તે નિવિવાદ સિદ્ધ છે કે-“અકબરના દરબારમાં રહેનારા બે મૂળ ઇતિહાસકારો કે જેઓનાં નામે શેખ અબ્દુલફજલ અને બાઉની છે, અને જેઓના ગ્રંથોના આધારે જ અત્યાર સુધીના દરેક લેખકે અકબરના સંબંધમાં કઈને કઈ લખતા આવ્યા છે, તેઓ તે અકબરના ઉપર પ્રભાવ પાડનારાઓનાં નામામાં
જૈન સાધુ” નું નામ આપવું ભૂલ્યા જ નથી. પછી તે નામ “સેવડા શબ્દથી આપ્યું, કે “યતિ” શબ્દથી આપ્યું. પણ જૈન સાધુ અકબરના દરબારમાં ગયા હતા, અને તેમના ઉપદેશને ઘણેજ પ્રભાવ પડ્યો હતે, એ વાત તેમણે અવશ્ય સ્વીકારી છે; પરન્તુ તે પછીના જૈનેતર અનુવાદકે અને સ્વતંત્ર લેખકેદારજ ઉપરની સત્ય હકીકત ઉપર ઢાંક પિછેડે પડવા પાપે છે, એમ તેઓના ગ્રંથ તપાસનારને માલુમ પડ્યા વિના રહેતું નથી. વધારે નવાઈ જેવી તે વાત એ છે કે-અબુલફજલે અકબરની ધર્મસભાના ૧૪૦ મેમ્બરને પાંચશ્રેણિમાં વિભકત કરીને, તેઓનું જે લિસ્ટ ‘આઈન–ઈ–અકબરીના બીજા ભાગના ત્રીસમા આઈનમાં આપ્યું. છે, તેમાં પહેલી શ્રેણિમાં હરિજસૂર (ખરૂં નામ હીરવિજયસૂરિ) અને પાંચમી શ્રેણિમાં વિજયસેનસૂર અને ભાનચંદ (ખરાં નામે વિજયસેનસૂરિ અને ભાનચંદ્ર) નાં નામે હોવા છતાં, તેઓ કેણ હતા? કયા ધર્મના હતા? ઈત્યાદિ કંઈ પણ જાણવાની દસ્કાર, તેના અનુવાદકે અને સ્વતંત્ર લેખકોએ કરી નથી; પણ જે તેઓ જૈનસાહિત્યના અભ્યાસી હતું, તે તેઓને રહેજે એમ સ્વીકારવાને બાધ્ય થવું પડતું, કે અબુલફજલે લીધેલાં ઉપર્યુક્ત ત્રણ નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org