________________
સૂરીશ્વર અને સણા,
કરવામાં નથી. આવતે. ત્યારે દિવાનાથ-સૂર્યની અસ્તરદશામાં (રાત્રિના સમયે) ભજન કરનારા જે સૂર્યદેવને માનવાને દાવે કરતા હોય, તે તે તદ્દન ખેચ્યું છે, એ વાત બુદ્ધિવાન મનુષ્ય સહજ સમજી શકે તેમ છે. માટે ખરી રીતે સૂર્યને માનનારા અમે જેનેજ છીએ.
હવે ગગાજીને માનવાને 3ળ પણ તેમને તેજ છે. ગંગાજીને માતા–પવિત્રમાતા માનવા છતાં તેની અંદર પીને ન્હાય છે, તેમાં કોગળા કરે છે. અરે, વિષ્ઠા અને પેશાબ પણ તેની અંદર નાખે છે, કયાં સુધી કહેવું? મરેલા મનુષ્યનાં મડદાં, કે જેને અડતાં પણ આપણે અભડાઈએ, તેનાં હાડકાં વિગેરે પણ તે પવિત્રગંગામાતાને સમર્પણ કરે છે. જૂઓ માતાનું બહુમાન, જૂઓ માતાની માન્યતા ? પવિત્ર અને પૂજ્ય ગણતી ગંગામાતાને આવી વસ્તુઓને ઉપહાર કરનારા ભકતની ભક્તાઈને માટે શું કહેવું? અમારે ત્યાં ગંગાના પવિત્ર જળ ઉપગ બિંબપ્રતિષ્ઠાદિ શુભકાચૅમાં જ કરવામાં આવે છે. ગંગાજીમાં ડુબકી મારીને સ્નાન પણ કરવામાં આવતું નથી. આ વર્તને ઉપરથી બુદ્ધિમાને વિચાર કરી શકશે કે ગંગાજીનું સાચું બહુમાન જૈને કરે છે કે આ મારી સાથે શાસ્ત્રાર્થ કરવા ઉભા થયેલા પંડિતે?”
સૂરિજીની આ અકાટય અને અસરકારક યુક્તિથી આખી સભા ચક્તિ થઈ ગઈ. તે પંડિતે બિલકુલ નિરૂત્તર થયા અને બાદશાહે વિજયસેનસૂરિ ઉપર પ્રસન્ન થઈ તેમને “સૂરિસવાઈની પદવીથી વિભૂષિત કર્યા. - હવે પુનઃ પુનઃ કહેવાની જરૂર નથીજ કેવિજયસેનસૂરિએ પણ હીરવિજયસૂરિની માફક બાદશાહને બહુ પ્રસન્ન કર્યો હતું. તેમણે બાદશાહને ઉપદેશ આપી ઘણું ઘણાં કાર્યો કરાવ્યાં હતાં. જેમાંનાં ગાય, ભેંસ, બળદ અને પાડાની હિંસાને નિષેધ, મરેલા મનુષ્યનું ધન ગ્રહણ કરવાને નિષેધ, અને લડાઈમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org