________________
વિષ કાર્યસિવિ.
ANANANANNANAN
રીતે માને છે ? તેનું સ્વરૂપ કેવું છે? સર્વથા કર્મથી મુક્ત થયેલ અને સંસારના સંબંધથી છૂટા થયેલ ઈશ્વરને જગને કર્તા માનવાથી–જગની રચનાના પ્રપંચમાં પાડવાથી-કેવી કેવી બાધાઓ, ઉપસ્થિત થાય છે? એ વિગેરે બતાવવા સાથે હિંદુ ધર્મશાસ્ત્રનાંજ કેટલાંક પ્રમાણેથી એ વાત સિદ્ધ કરી બતાવી કે–ખરેખર જેને ઈશ્વરને માનેજ છે અને તેઓ જે સ્વરૂપમાં માને છે, તે જ સ્વરૂપ વાસ્તવમાં સાચું છે.*
બાદશાહને વિજયસેનસૂરિજીની અકાટટ્યયુક્તિ અને શાસ્ત્ર પ્રમાણોથી બહુ પ્રસન્નતા થઈ અને તેથી તેણે અધ્યક્ષપદેથી એ શબ્દ ઉચ્ચાર્યા કે-“જે લેકે એમ કહે છે કે- જૈને ઈશ્વરને માનતા નથી, તેઓ તદ્દન જૂઠા છે. જેને જેવી રીતે જોઈએ તેવી રીતે જ ઈશ્વરને માને છે.”
આ સિવાય બ્રાહ્મણ પડિત તરફથી, “જન સૂર્યને અને ગંગાને પણ માનતા નથી” એવી દલીલ ઉભી કરવામાં આવી. આને ઉત્તર પણ સૂરિજીએ ટૂંકામાં પણ બહુ યુકિતપુરઃસર આપે. સરિજીએ કહ્યું-“જેવી રીતે અમે-જૈને “સૂર્ય ને અને “ગંગા” ને માનીએ છીએ તેવી રીતે બીજું કઈ માનતું જ નથી, એમ હું દાવા સાથે કહી શકું છું. અમે સૂર્યને ત્યાં સુધી માનીએ છીએ-સૂર્યનું ત્યાં સુધી બહુમાન કરીએ છીએ કે–સૂર્યની વિદ્યમાનતા સિવાય અમે અન્ન પાણી પણ લેતા નથી. અર્થાત્ સૂર્યને ઉદય થયા પહેલાં અને સૂર્યને અસ્ત થયા પછી અમે પાણી પણ પીતા નથી. કેટલું બધું બહુમાન? કેટલી બધી સાચી માન્યતા? લગાર વિચાર કરવાની વાત છે કે જ્યારે કે મરી જાય છે, ત્યારે તેના સંબંધી મનુષ્ય અરે, રાજાનું મૃત્યુ થયું હોય, તે તેની પ્રજા ત્યાં સુધી ભેજન નથી કરતી કે જ્યાં સુધી તેને અગ્નિસંસ્કાર
+જોએ માનેલ ઈશ્વરનું સ્વરૂપ ટૂંકામાં પણ પાંચમા પ્રકરણમાં લખવામાં આવ્યું છે. એટલે અહિં આપવામાં આવ્યું નથી.
21
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org