________________
શથશે અને સમા
અબુલફજલે પધારી પ્રવેશોત્સવની શોભામાં વધારો કર્યો હતો. એ પ્રમાણેના ઉત્સવપૂર્વક વિજ્યસેનસૂરિએ લાહેરમાં વિ. સં. ૧૯૪૯ (ઈ. ૧૫૪) ના જયેષ શુદિ ૧૨ ના દિવસે પ્રવેશ કર્યો.
વિજયસેનસૂરિ પણ અકબરની પાસે લાંબાકાળ સુધી રહ્યા હતા. તેમણે પિતાની વિદ્વત્તાથી બાદશાહને ચમત્કૃત કરવામાં બાકી રાખી હેતી. કહેવાય છે કે વિજયસેનસૂરિની બાદશાહ સાથેની સૌથી પહેલી મુલાકાત લાહોરના “ કાશ્મીરી મહેલમાં થઈ હતી, વિજયસેનસૂરિના શિષ્ય નદિવિજયજી અષ્ટાવધાન સાધતા હતા. એ વાત આપણે પહેલાં જોઈ ગયા છીએ. તેમણે એક વખત બાદશાહની સભામાં પણ હોંશીયારી પૂર્વક અષ્ટાવધાન સાધ્યાં હતાં. આ વખતે બાદશાહની સભામાં બાદશાહ ઉપરાંત મારવાડના રાજા માલદેવને પુત્ર ઉદયસિંહ, જયપુરનેરાજા માનસિંહ, કચ્છવાહ, માનખાના, અબુલફજલ, આજમખાન, જાલેરને રાજા ગજનીખાન અને બીજા પણ કેટલાક રાજા-મહારાજાઓ અને રાજપુરૂષ મોજૂદ હતા. આ બધાની વચમાં તેમણે અષ્ટાવધાન સાધ્યાં હતાં. નદિવિજયજીનું આ પ્રમાણેનું બુદ્ધિકોશલ્ય જોઈને બહાદશાહે તેમને ખુશફહમ”ની પદવીથી વિભૂષિત કર્યા હતા.
વિજયસેનસૂરિએ થેડા જ વખતમાં બાદશાહ ઉપર સારી છાપ
- -
-
-
-
-
૧ આ ઉદયસિંહ પંદરસે સેનાને અધિપતિ હતા. અને તે “ મેટારાજા ” ના નામથી પ્રસિદ્ધ હતો. વધુ હકીકત માટે જૂઓ, * આઈન-ઈ-અકબરી,” પહેલો ભાગ, બ્લેકમેનકૃત અંગ્રેજી અનુવાદ, ૫. ૪૨૯.
૨ આ માનસિંહ જયપુરના રાજા ભગવાનદાસને પુત્ર થત હતા. વિશેષ હકીકત માટે જૂઓ “આઈન-ઈ-અકબરી” પહેલો ભાગ, પ્લાકમેનકૃત અંગ્રેજી અનુવાદ, પે. ૩૩૮.
૩ ગજનીખાન ચારસે સેનાને અધિપતિ હતા. વધુ હકીકત માટે જુઓ આઈન-ઈ–અકબરી”ને પહેલો ભાગ, બ્લેકમેનકૃત અગ્રેજી અનુવાદ, પ. ૪૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org