________________
વિશેષ કાર્યસિદ્ધિ ~ ~~ ~
~ ~~ કે-ગુરૂજીની દયા મારા ઉપર હજુ જેવીને તેવી જ છે. બીજી વાત એ છે કે-આપને યાદ હશે કે જ્યારે આપ મારી પાસેથી વિદાય થયા, તે વખતે મારા ઉપરની અનહદ કૃપાને પરિણામે આપે મને વચન આવ્યું હતું કે-“વિજયસેનસૂરિને મેલીશ.” આશા છે કે આપ વિજયસેનસૂરિને મોકલીને મને વધારે ઉપકૃત કરશે.”
આ વખતે સૂરિજી રાધનપુરમાં બિરાજતા હતા. બાદશાહને પત્ર વાંચી સૂરિજી બહુ વિચારમાં પડ્યા. પિતાની આવી વૃદ્ધાવસ્થામાં વિજયસેનસૂરિને પિતાથી જુદા પાડવા-લાંબી મુસાફરીને માટે જુદા પાડવા—માટે સૂરિજીનું મન વધતું હતું જ્યારે બાદશાહને આપેલા વચન પ્રત્યે ઉપેક્ષા કરવાની પણ તેમની હિંમત ચાલતી હતી. અન્તતોગત્વા વિજયસેનસૂરિને મોકલવાનેજ નિશ્ચય કર્યો. વિજયસેનસૂરિએ પણ ગુરૂની આજ્ઞા પૂર્વક, વિ. સં. ૧૬૪૯ ના માગશર સુદ ૩ ના દિવસે શુભ મુહૂર્વે પ્રયાણ કર્યું. વિજયસેનસૂરિ પાટણ સિદ્ધપુર, માલવણ,સોત્તર, રેહ, સુંડથલા કાયદ્રા, આબુ, સીહી સાદડી રાણપુર, નાડલાઈ, બાંતા, બગડી, જયારણ, કેકિંદ, મેડતા, ભમરૂદા(બરૂદા), નારાયણ, ઝાક, સાંગાનેર, વૈરાટ, બીરાજ (બિહાર), રમવાડી, વિક્રમપુર, ઝઝર, મહિમનગર અને સમાન થઈને લાહેર પધાર્યા. લાહેરમાં આવ્યા પહેલાં જ્યારે લુધિઆણુમાં આવ્યાના સમાચાર મળ્યા, ત્યારે ક્રૂજી રહામે આવ્યું તેમ કલ્યાણમલ્લ વિગેરે કેટલાક શ્રાવકે પણ લાહોરથી અહિં આવ્યા હતા. અહિં નંદિવિજયજીએ અષ્ટાવધાન સાધી બતાવ્યાં હતા. આથી ફેજીને બહુ આનંદ થયે; અને તેથી તેણે બાદશાહ પાસે જઈને બહુ તારીફ કરી. વળી વિજયસેનસૂરિ લાહેરથી પાંચ ગાઉ દુર ખાનપુરમાં આવ્યા, ત્યારે ભાનુચંદ્રજી વિગેરે તેમની હામે આવ્યા હતા. લાહેરમાં પ્રવેશ કર્યા પહેલાં તેઓ ગંજ નામના પરામાં પ્રવેશત્સવ પૂર્વક પધાર્યા. વિજયસેનસૂરિના આ પ્રવેશત્સવમાં બાદશાહે હાથી, ઘોડા અને વાજિત્રે વિગેરે કેટલએ બાદશાહી સામાન આપી, તેમજ જહાંગીર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org