________________
સૂરીશ્વર અને સાણા,
-
-
-
-
-
-
તામાં એકના બે થયા ન્હોતા. તેમણે એજ શબ્દ ઉચ્ચાર્યા હતા કે-“આ લક્ષમી તે શું? આખું રાજ્ય આપે અને આ પ્રમાણે કષ્ટ આપવાની વાત તે શી? પણ પ્રાણ ચાલ્યા જવાનો વખત આવે, તેપણ હું મારા આ ચારિત્રધર્મને છેડી શકું તેમ નથી. જે તુચ્છ વસ્તુઓને ત્યાગ કર્યો છે, તે તુચ્છ વસ્તુઓને સ્વીકાર કરે, એ એકલાને પાછું ખાવા બરાબર છે. વિશેષ શું કહેવું?”
સિદ્ધિચંદ્રજીનાં આ દઢતાભર્યા વચનેથી બાદશાહને પારાવાર આનંદ થયે અને ગદગદ હૃદયે સિદ્ધિચંદ્રજીના પગમાં પડી તેણે ભકિતપૂર્વક નમસ્કાર કર્યો.
ભાનુચંદ્રજી અને સિદ્ધિચંદ્રજી વખતે વખત બાદશાહની આગળ વિજયસેનસૂરિની તારીફ કરતા હતા. બાદશાહને પણ
સ્મરણમાં હતું કે-હીરવિજયસૂરિએ પિતાના પ્રધાન શિષ્ય વિજયસેનસૂરિને મેકલવા માટે વચન આપ્યું છે. એક વખત બાદશાહની ઈચ્છા થઈ કે-વિજયસેનસૂરિને બોલાવીએ, આ વખતે બાદશાહ લાહોરમાં હતે. “લાભદય રાસ” માં કહેવામાં આવ્યું છે કે બાદશાહ જ્યારે લાહેરમાં હવે ત્યારે તેની ઈચ્છા હીરવિજયસૂરિને પુનઃ પિતાની પાસે બેલાવવાની થઈ. જ્યારે તેણે પિતાની આ ઈચ્છા અબુલફજલને જણાવી ત્યારે, અબુલફજલે બાદશાહને સમજાવતાં કહ્યું હતું કે-૧ હીરવિજયસૂરિ હવે વૃદ્ધ થઈ ગયા છે. આવી અવસ્થામાં તેઓને અહિં સુધી બોલાવવા તે ઠીક નહિં. તેથી તેણે વિજયસેનસૂરિને બેલાવવા માટે આમંત્રણ મોકલ્યું હતું. આ પત્રમાં તેમણે લખ્યું હતું કે
કે, આપ તે નીરાગી છે, પરંતુ હું રાગી છું. આપે સંસારના તમામ પદાર્થો ઉપરથી મેહને તજી દીધું છે. તેથી એ બનવાજોગ છે કે-આપ મને પણ ભૂલી ગયા હે; પરન્તુ મહારાજ ! હું આપને ભૂલ્યા નથી. આપ વખતે વખત મારા લાયક કંઈને કંઈ કાર્ય ફરમાવતા રહેશે, તે મને બહુ આનંદ થશે અને હું માનીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org