________________
સૂરીશ્વર અને સમ્રા.
પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું-“ તેમ કરીને સ્ત્રી હત્યાનું પાપ વહોરવાની કોઈ જ જરૂર નથી. તેની શક્તિને માટે અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવું જોઈએ. બાદશાહ અને જહાંગીરને આ વાત પસંદ પછે. તેમણે જે શિરોના કહેવા પ્રમાણે ન કરતાં કર્મચંદ્રજીને અષ્ટોત્તરીસ્નાત્ર ભણાવવાને હુકમ કર્યો. થાનસિંહ અને માનુકલ્યાણુની આગેવાની નીચે ઉપાશ્રયમાં એક લાખ રૂપિયાના વ્યયપૂર્વક હેટા ઉત્સવ સાથે સુપાર્શ્વનાથનું અર્ટોત્તરી સ્નાત્ર ભણાવવામાં આ આવ્યું. શ્રીમાનસિંગે (ખરતરગચ્છીય જિનસિંહસૂરિએ) આ સ્નાત્ર ભણવ્યું. આ અપૂર્વ ઉત્સવમાં બાદશાહ અને જહાંગીરે પણ ઉત્સાહથી ભાગ લીધે હતું. આ સ્નાત્ર વખતે તમામ સાધુ અને શ્રાવકેએ આંબિલની તપસ્યા કરી હતી. આવા પવિત્ર માંગલિક કાર્યથી બાદશાહનું અને શેખનું વિઘ દૂર થયું અને જિનશાસનની પણ સારી પ્રભાવના થઈ.
આવા ઉત્તમકાર્યથી ભાનુચંદ્રજીની સર્વત્ર વધારે પ્રશંસા થવા લાગી. આ પ્રસન્નતાના પરિણામેજ એક વખત બાદશાહે શ્રાવકેને પૂછયું કે-“ભાનુચંદ્રજીને કંઈ પદવી છે કે કેમ? અને છે તે કંઈ ?” શ્રાવકોએ “પંન્યાસ” પદવી હોવાનું જણાવ્યું. પછી બાદશાહે સૂરિજી (હીરવિજયસૂરિ) ઉપર પત્ર લખી ભાનુચંદ્રજીને ઉપાધ્યાય પદવી આપવા માટે અનુરોધ કર્યો. સૂરિજીએ ઝટ વાસક્ષેપ મંત્રીને બાદશાહ ઉપર મેકલા. વાસક્ષેપ આવ્યા પછી મહેતા ઉત્સવપૂર્વક ભાનુચંદ્રજીને “ઉપાધ્યાય” પદવી આપવામાં આવી. આ પદવી પ્રસંગે શેખ અબુલફજલે પચીસ ઘોડા અને દસ હજાર રૂપિયાનું દાન કર્યું હતું. તે સિવાય સંઘે પણ ઘણું દાન કર્યું હતું.
હીરભાગ્યકાવ્યના કર્તાનું એવું કથન છે કે જયારે બાદશાહ લાહોરમાં હતું, ત્યારે તેણે હીરવિજયસૂરિ ઉપર આમંત્રણ પત્ર લખી મોકલી, સૂરિજીના પ્રધાન શિષ્ય-પટ્ટધર શ્રીવિજસેનસૂરિને બોલાવ્યા હતા. તેમણે જઈને નદિમહત્યપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org