________________
વિશેષ કાસિત
વિજયસેનસૂરિ અને ભાનચંદ્રજી છે. આ બન્ને મહત્માઓએ પણ
અકબરની ધર્મસભામાં જૈનઉપદેશક તરીકે કામ કર્યું હતું. અતએવ તેઓના સંબંધમાં પણ કંઈક પ્રકાશ પાડવે જરૂર છે. આ બન્ને મહાત્માઓના સંબંધમાં કંઈક કહીએ, તે પહેલાં, ગત પ્રકરણમાં આપણે જે શાંતિચંદ્રજીનું નામ લઈ ગયા છીએ, અને જેઓને અ. કબર બાદશાહની વિનતિથી, હીરવિજયસૂરિબાદશાહની પાસે મૂકી ગયા હતા તેમનાજ સંબંધમાં કંઈક કહીશું. અર્થાત તેમણે બાદ શાહની પાસે રહીને શું શું કર્યું ? તેનું અવલોકન કરીશું.
એમાં તે કઈ શકજ નથી કે–શાનિચંદજી મહાન વિદ્વાન અને ગમે તેવાને અસર કરે, એવી ઉપદેશશકિત ધરાવનારા મહાત્મા હતા. તેમાં પણ એકી સાથે એકસો આઠ અવધાન કરવાની તેમનામાં જે શક્તિ હતી, તે તે ખરેખર અતુલનીયજ હતી. તેમણે અકબર બાદશાહને મળ્યા પહેલાં ઘણા રાજા-મહારાજાઓને પોતાની વિદ્વત્તા અને ચમત્કારિક શક્તિથી ચમત્કૃત કર્યા હતા. તેમ ઘણા વિદ્વાનોની સાથે શાસ્ત્રાર્થ કરીને વિજયપતાકા પણ પ્રાપ્ત કરી હતી. અકબરને પણ તેમણે ખૂબ રજિત કર્યો. તેઓ અવારનવાર બાદશાહને મળતા અને ઉપદેશદ્વારા અથવા શતાવધાન સાધીને તેને બહુ ખુશી કરતા, આ સિવાય તેમણે પારાવાર નામનું ૧૨૮ કલેકેનું એક ચિત્તાકર્ષક સંસ્કૃત-કાવ્ય બનાવ્યું હતું કે જે કાવ્યમાં બાદશાહે કરેલાં દયાળુ કામેનું વર્ણન કરવામાં આવ્યું હતું આ કાવ્ય તેઓ વખતે વખત બાદશાહને સંભળાવતા. બાદશાહ પિતાની તારીફનું આ કાવ્ય-કવિતા પૂબ ચાહનાથી સાંભળતે અને સાંભળીને બહુ ખુશી થતો. હીરવિજયસૂરિની માફક શાંતિચંદ્રજીએ પણ બાદશાહને બહુ પ્રસન્ન કર્યો હતે અને તેને પરિણામે બાદશાહના જન્મને આખો મહીને, રવિવારના દિવસે સંક્રાંતિના દિવસે અને નવરેજના દિવસે–એ દિવસેમાં કેએ પણ જીવહિંસા ન કરવી, એવા હુકમ કઢાવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org