________________
-
-
-
-
હાથી, ઘેટા અને બીજી કેટલીક વસ્તુઓનું દાન કર્યું હતું. તેમ મોટા આડંબર પૂર્વક પ્રવેશોત્સવ કરાવ્યું હતું. આ ચોમાસુ-સં. ૧૬૪૧ નું ચોમાસું સૂરિજીએ આગરામાં કર્યું હતું, ચાતુર્માસ પૂર્ણ થયે, પુનઃ ફતેપુર–સીકરી પધાર્યા હતા.
ધાર્યા કરતાં વખત ઘણે થઈ ગયે. ફલપ્રાપ્તિ પણ કઈ વખત કલ્પનામાં એ ન્હોતી આવી, એવી થઈ ગઈ. ગુજરાતથી પણ વિજયસેનસૂરિના વારંવાર પત્રે આવવા લાગ્યા કે આપ ગુજરાતમાં જલદી પધારે.” આવાં અનેક કારણોથી સૂરિજીની ઈચ્છા થઈ કે“હવે ગુજરાત તરફ વિહાર કર.” વાત પણ ઠીકજ છે. કારણકે એકજ સ્થાનમાં સાધુઓને વધુ વખત રહેવામાં ફાયદાના બદલે નુકસાન પણ થઈ જાય છે. કવિ ર૩ષભદાસના શબ્દોમાં કહીએ તો
બે સ્ત્રી પીહરિ નર સાસરઈ સંયમિયા સહિવાસ
એ ત્રિણે અલષામણું જે મંડળ ચિરવાસ,” માટે સૂરિજીની વિહાર કરવાની ઈચ્છા અયોગ્ય અથવા અસ્થાને હેતી. એક વખત પ્રસંગ જોઈ સૂરિજીએ પિતાની આ ઈચ્છા બાદ શાહને જણાવી. પ્રત્યુત્તરમાં બાદશાહે બહુ લાગણપૂર્વક જણાવ્યું કે-“આપ જે કંઈ કાર્ય બતાવે, તે કરવા માટે હું તૈયાર છું. આપને ગુજરાતમાં જવાની કંઈ જરૂર નથી. આપ અહિં બિરાજે અને મને ધર્મોપદેશ સંભળાવે.”
સૂરિજીએ કહ્યું–હુ પિતે પણ સમજું છું કે-અહિં આપના. સમાગમમાં રહેવાથી હું ધાર્મિક લાભ ઘણે ઉઠાવી શકું તેમ છું. પરંતુ કેટલાંક અનિવાર્ય કારણોથી ગુજરાતથી વિજયસેનસૂરિ અને જલદી લાવે છે, માટે મારે ત્યાં જવું જરૂરનું છે. ત્યાં ગયા પછી બનતાં સુધી હું વિજયસેનસૂરિને આપની પાસે મોકલીશ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org