________________
આ પુસ્તક એક એતિહાસિક પુરતક છે, એ વાત હું પહેલાં કહી ચૂકયો છું. તેમ છતાં પણ ઇતિહાસના વિષયની નિરસતાને અનુભવ આ પુસ્તકના વાંચનારાઓને કર ન પડે, એ માટે પણ મારાથી બનતો પ્રયત્ન કર્યો છે. મારું એ નમ્ર મન્તવ્ય છે કે-એક રાજાની પ્રજા પ્રત્યે કેવી ભાવના હોવી જોઈએ અને રાજામાં કયા કયા દુર્ગાને અભાવ અને સગુણેને સદ્ભાવ હેવો જોઈએ; એને ખ્યાલ ઉત્પન્ન કરવાને આ પુસ્તકમાં આલેખેલું અકબરનું ચરિત્ર-ચિત્ર જેમ જનતાને અતિ ઉપયોગી થઈ પડશે, તેવી જ રીતે એક સાધુ-ધર્મગુરૂને અરે, એક આચાર્યને સમાજના અને દેશના કલ્યાણ સાથે કેટલે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે, અને એક સંસારી મનુષ્ય કરતાં એક ધર્મગુરૂને માથે કેટલી વધારે જવાબદારી રહેલી છે, એ વાત સમજવાને, આ પુસ્તકમાં વર્ણન વેલ આચાર્ય હીરવિજયસૂરિજીના પ્રત્યેક બનાવો ખરેખર આશીર્વાદરૂપ થઈ પડશે.
હું દિલગીર છું કે જે મહાન પ્રભાવક આચાર્યવર્ય પ્રત્યેના ભક્તિભાવને લઈને હું આ પુસ્તક લખવા પ્રેરાયે, તે મહાન પુરૂષનું (હીરવિજયસરિતું) અસલી ચિત્ર મને ક્યાંયથી પણ મળી શકવું નહિ. અને તેથી તેવું ખાસ ચિત્ર આપવાને હું નિષ્ફળ નિવડ છું, તે પણ સહર્ષ જણાવીશ કે–આચાર્ય હીરવિજયસૂરિના નિવણ થયા બાદ થોડા જ સમયમાં બનાવેલી પાષાણની મૂર્તિનાં દર્શન મેં લગભગ ચારેક વર્ષ ઉપર કાઠિયાવાડમાં આવેલ મહુવા ગામમાં કરેલાં, તેજ મૂર્તિને ફેટ લેવરાવી મેં આ પુસ્તકમાં આપવા પ્રયત્ન કર્યો છે. જો કે, મૂર્તિના ઉપર કેટલેક સ્થળે ગૃહસ્થાએ ચાલતી આવતી અજ્ઞાનજન્ય રૂહીના લીધે ચાંદીનાં ટીલાં ચોટાડીને મૂર્તિની વાસ્તવિક સુંદરતામાં કૃત્રિમતા કરી નાંખી છે, તે પણ હીરવિજયસૂરિના ચિત્રનો અભાવ, આ ચિત્રથી દૂર થશે, એમ હું અવશ્ય માનું છું. હીરવિજયસૂરિની મૂર્તિના ફેટામાં ખાસ એક વિશેષતા છે. તે એ કે –તેની નીચે ખાસ એક શિલાલેખ છે, કે જે મૂર્તિ સંબંધી કેટલીક માહિતી આપે છે. તે સંપૂર્ણ લેખ આ પ્રમાણે છે
“ १६५३ पातसाहि श्रीअकबरप्रवर्तित सं० ४१ वर्षे फा० सुदि८ दिने श्रीस्तंभतीर्थवास्तव्य श्रा० पउमा (भा०.) पांची
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org