________________
પ્રતિબાધ.
૧૭૫
એક વખત બાદશાહ, અબુલફજલ અને બીરબલ વિગેરે રાજમંડલ સાથે બેઠે હતે. તેવામાં શાંતિચંદ્રજી વિગેરે કેટલાક વિદ્વાન્ મુનિ સાથે સૂરિજી પણ પધાર્યા. આ વખતે સૂરિજીએ બાદશાહને કેટલેક ઉપદેશ કર્યો, તદનન્તર બાદશાહે પ્રસન્ન થઈ કહ્યું- મહારાજ આપને મારા લાયક કંઈ પણ કાર્ય હેય, તે અવશ્ય બતાવે, આપ એમાં લગાર પણ સંકેચ કરશે નહિ. કારણ કે હું આપને જ છું, અને જ્યારે હુંજ આપને છુ, તે પછી એ સ્પષ્ટ કરવાની જરૂર રહેતી નથી કે આ રાજ્ય-ઋદ્ધિ-સમૃદ્ધિ અને તમામ મંડલ પણ આપનું જ છે.”
સૂરિજીએ કહ્યું- આપને ત્યાં ઘણા કેદિયે છે, એ કેદિને કેદથી મુકત કરે, તો સારું.” કહેવું જરૂરનું થઈ પડશે કે બાદશાહને ગુન્હેગારે ઉપર વધારે ચીડ હતી. અને તેથી જ સૂરિજીની ઉપર્યુંકત માગણીને બાદશાહે સ્વીકાર ન કર્યો. ગરષભદાસ કવિના શબ્દોમાં કહીએ તો બાદશાહે કહ્યું કે
કહઈ અકબર એ મોટા ચોર, મુલકમિં બહુત પડાવઈ સોર એક ખરાબ હજારકું કરઈ, ઈડાં ભલે એ જબ લગિ મરઈ
(હીરવિજયસૂરિરાસ પૃ. ૧૩૪) જનકવિની કેવી સત્યતા? જે કામ અકબરેન કર્યું, તે કામ માટે તેમણે સ્પષ્ટ લખી દીધું કે આ કામ ન કર્યું.
આ પછી અકબરે કહ્યું કે- આપ તે સિવાય બીજું કંઈ માગે.” સૂરિજી, “શું માગવું?” એ કંઈક વિચાર કરતાજ હતા, એટલામાં શાંતિચંદ્રજીએ સૂરિજીના કાનમાં કહ્યું કે- સાહેબ! વિચાર શું કરો છો? એવું માને કે–તમામ ગચ્છના લેકે મને પગે પડે અને માને.”
વાચક! સૂરિજીની ઉદાર પ્રકૃતિને અનુકૂળ આ વાત તમે કદિ માની શકે છે? સૂરિજીના મુખકલમથી આવી સ્વાર્થમિશ્રિત સિરભ કેઈ દિવસ પણ નિકળી શકે ખરી? “લભ સર્વ વિનાશનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org