________________
સુરીશ્વર અને સમ્રાટ્
પ*ડિતજીએ કહ્યુ–“ નહિ મહારાજ ! સૂરિજી જે વચના કાઢ છે, તે બિલકુલ વેદવાક્યસમાન છે. એમાં લગારે ફેરફાર જેવુ" નથી. એમના જેવા સ્વચ્છહૃદયી તટસ્થ અને અપૂર્વ વિદ્વત્તાવાળા મુનિ મે અત્યારસુધી ક્યાંય પણુ જોયા નથી, તેએ એક જબરદસ્ત પતિ-યુતિ છે, એમાં લગાર પણ શ’કા લાવવા જેવું નથી.
એક વિદ્વાન બ્રાહ્મણના મુખથી નિકળેલા આ શબ્દો આદ્યશાહની શ્રદ્ધાને વજ્રલેપ સમાન હૃઢ કરે–મજબૂત કરે, એમાં ક'ઈ નવાઇ જેવું છે ?
અબ્દુલજલના મકાનમાં આ પ્રમાણે વાતચીત થયા પછી બાદશાહ પોતાના મહેલમાં ગયે, જ્યારે સૂરિજી પણુ વખત ઘણે થઇ જવાથી ઉપાશ્રયે પધાર્યાં,
આ પછી જ્યાં સુધી સૂરિજી તેપુર–સીકરીમાં રહ્યા, ત્યાં સુધીમાં અનેક વખત બાદશાહની સાથે તેની મુલાકાત અને ધ ચર્ચા થઈ. વખતે વખતની મુલાકાતમાં સૂરિજીએ જુદા જુદા વિષયા ઉપર વિવેચન કરી બાદશાહને તે તે વિષયે સમજાવવાને મનતે પ્રયત્ન કર્યાં હતા, અને તેથી બાદશાહને ચાક્કસ ખાતરી થઈ હતી કે– સૂરિજી એક અસાધારણ વિદ્વાન્ સાધુ છે. એટલુંજ નહિ પરન્તુ તેની વિદ્વત્તા અને પવિત્ર ચારિત્રના લીધે તેમને જનાજ માન આપે છે, એમ નહિ પરન્તુ જગતના કોઇ પણ ધર્મ વાળાએ તેને માન આપવાને ખાધ્ય થાય છે, સુતરાં તે જૈનેાના ગુરૂ નહિ, કિન્તુ જગતના ગુરૂ છે, એમ કહેવામાં લગારે અત્યુકિત નથી, ’ ખાઈશાહ પાતાની આ આંતિરક ભાવનાને દબાવી પણ ન શકયા. તેણે એક વખત અવસાર જોઈને સૂરિજીને રાજસભા સમક્ષ ‘જગદ્ગુરૂ’ ના બિરૂદથી વિભૂષિત પણ કર્યાં. સૂરિજીના આ પદપ્રદાનની ખુશાલીમાં પણ ખાદશાહે ઘણા પક્ષિયાને ખ'ધનથી મુક્ત કર્યાં. તે સિવાય હરિણ, રાઝ, સસલાં અને બીજા ઘણાં જાનવરાને છેડી મૂકયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org