________________
પ્રતિબાધ.
સારૂં' વચન કહે, તે તે ગ્રહણ કરવું જોઇએ. મનુષ્ય માત્રે ગમે ત્યાંથી પણ સારી વાતને સ્વીકાર કરવાની બુદ્ધિ રાખવી, અને તેમ કરવામાં આવે, તાજ તે પોતાના જીવનમાં સારા સારા ગુણા મેળવી શકે છે. પણ તેમ ન કરતાં જો બધાએ પોત પોતાની અપેક્ષાએ એક બીજાને નાસ્તિક કે જૂઠા ઠરાવશે, તે પછી દુનિયામાં સાચા કે આસ્તિકજ કાણુ રહેશે ? માટે એક બીજાને જૂઠા કે નાસ્તિક ન ઠરાવતાં સત્યવસ્તુનેાજ જો પ્રકાશ કરવામાં આવે, તે કેટલા બધા લાભ થઈ શકે ? ખરી રીતે નાસ્તિક તા તેજ છે કે-જે આત્મા, પુણ્ય, પાપ, ઈશ્વર આદિ પદાર્થીને માનતા નથી, જે આ પદાર્થોને માને છે, તેઓ કોઇ કાળે પણ નાસ્તિક કહેવાયજ નહિ', '
સૂરિજીની આ તટસ્થ વ્યાખ્યા સાંભળીને આદશાહને ઘણાજ આનદ થયા. તેના હૃદયમાં ચાક્કસ ખાતરી થઇ અને તે અમ્બુલજલને સ’આધીને સ્પષ્ટપણે પ્રકટ પણ કરી કે અત્યાર સુધીમાં હું જેટલા વિદ્વાનેને મળ્યા હતા, તે બધા ‘ મારૂં તેજ સાચું’ એમ કહેવાવાળા મળ્યા હતા; પરન્તુ આ સૂરિજીના ગ્રંથનમાંથી ચોખ્ખી ધ્વનિ નિકળે છે કે− મારૂ તે સાચું નહિ, પરન્તુ સાચું તે મારૂ, ’ એજ સિદ્ધાન્તને તે માને છે. એમના પવિત્ર હૃદયમાં દુસગ્રાહનુ' નામજ નથી. ધન્ય છે આવા મહાત્મા પુરૂષને !! ”
6
સૂરિજી અને માદશાહની ઉપર્યુંકત વાતચીત પ્રસંગે દેવીમિશ્ર નામના એક બ્રાહ્મણ પડિત પણ બેઠા હતા. તેને સંએધીને બાદશાહે પછયુ- કેમ ૫'ડિતજી ! હીરવિજયસૂરિજી જે કહે છે, તે ઠીકજ કહે છે કે કઇ ફેરફાર જેવુ' છે, કંઇ વિરૂદ્ધતા જેવું હાય, તા કહેજો. જરૂર
""
૧ ક્રેવીમિશ્ર, એ અકબરના દરબારમાં રહેનારા એક વિદ્વાન બ્રાહ્મગ હતો. તે મહાભારતાદિના અનુવાદના કાર્યોંમાં દુભાષિયા તરીકે ગ્રામ અાવતા. બાદશાહની તેના ઉપર સારી મહેરબાની હતી. આના સબંધમાં વધુ હકીકત મેળવવી હેાય તેણે, મદાની, ભાગ ૨ જો, ઢબ્લ્યુ. એચ. લા. એમ. એ. ના અગરેજી અનુવાદના પે. ૨૬૫ માં જોવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org