________________
સૂરીશ્વર અને ક્ષમા થાનસિંઘને અર્પણ કર્યું. થાનસિંઘે તેને બહુમાનપૂર્વક મસ્તક પર ચઢાવ્યું અને બાદશાહને તેણે ફૂલે અને મેતિયેથી વધાવ્યા.
બાદશાહે આપેલા આ ફરમાનથી લેકમાં અનેક પ્રકારની વાયકાઓ ચાલવા લાગી. કેઈ કહે કે સૂરિજી કેવા પ્રતાપી કે બાદશાહને આ રાગી કર્યો. કેઈ કહે કે–સૂરિજીએ બાદશાહને તેની સાત પેઢી આકાશમાં બતાવી. કેઈ કહે કે-સૂરિજીએ બાદશાહને સોનાની ખાણે બતાવી. જ્યારે કઈ કઈ એમ પણ કહેવા લાગ્યા કે-સૂરિજીએ એક ફકીરની ટેપીને ઉડાને ચમત્કાર બતાચે, એમ અનેક પ્રકારની વાર્તાઓ જનતામાં થવા લાગી. આવી જ રીતે પાછળના કેટલાક જૈન લેખકેએ પણ પરંપરાથી ચાલી આવેલી ઉપર્યુકત કિંવદન્તિને સાચી માની. હીરવિજયસૂરિ સંબંધી કઈને કંઇ લખતાં આવી ચમત્કારની કેટલીક બાબતે લખેલી છે. પરન્તુ વસ્તુતઃ ઐતિહાસિક સત્યથી તે વિરૂદ્ધ હકીકત છે. હીરવિજયસૂરિએ કઈ દિવસ મંત્ર-જંત્ર કે બીજી કઈ પણ વિદ્યાદ્વારા બાદશાહને ચમત્કાર બતાવ્યું જ નથી. જ્યારે ને ત્યારે તેમણે “મંત્ર –તંત્રાદિ કરવાને અમારે ધર્મ નથી.” એજ વચન બાદશાહને કહ્યું હતું. તેઓ એક પવિત્રચારિત્રધારી આચાર્ય હતા. તેઓના ચારિત્રને જ પ્રભાવ એ હતું કે-જેના લીધે તેઓ ગમે તેવા મનુ ષ્યના હૃદયમાં સદ્દભાવ ઉત્પન્ન કરાવી શકતા હતા. તેઓના મુખારવિદ ઉપર એવી તે શાતિ વિકસિત રહેતી કે-ગમે તે શત્રુ પણ તેમનાં દર્શન કરતાં શાન્ત થઈ જતું. કેણ નથી જાણતું કેએકે મનુષ્ય પવિત્ર ચારિત્રથી જે પ્રભાવ પાડે છે, તે પ્રભાવ સેંકડે ઉપદેશકને ઉપદેશ પણ પી શકતું નથી. શુદ્ધ આચરણ-પવિત્ર ચાસ્ત્રિ વિનાના મનુષ્યના ઉપદેશને લેકે “પોથીમાંનાં રીંગણું” જ કહીને હસી કાઢે છે. સૂરિજીના પવિત્ર ચારિત્રથી ગમે તેવા માણસે પણ ફિદા થઈ જતા અને એનું જ એ પરિણામ હતું કે અકબર બાદશાહ પણ હીરવિજ્યસૂરિનાં વચનેને બ્રહ્માનાં વચનોની માફક શહણ કરતે હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org