________________
શરીર અને સાર્
એક વખત અમ્બુલક્જલના મહેલમાં હીરવિજયસૂરિ અને અમ્બુલફજલ જ્ઞાનગેાષ્ઠી કરી રહ્યા હતા. તેવામાં અકસ્માત્ ત્યાં બાદશાહ આવી ચઢયો. અમ્બુલજલે ઉભા થઈ બાદશાહને સત્કાર કર્યાં. બાદશાહને ઉચિતાસને બેસાડવામાં આવ્યે. પછી અબ્દુલફજલે સૂરિજીની વિદ્વત્તા સબંધી મુતકઠે પ્રશંસા કરી. આ વખતે આદશાહના અંતઃકરણમાં સ્વાભાવિક રીતે એવા વિચાર સ્ફુરી આવ્યા કે‘સૂરિજીની પ્રસન્નતાની ખાતર તે માગે તે આપવું.’ મા વિચારથી તેણે સૂરિજીને પ્રાના કરી કે—“ મહારાજ ! આપ આપના અમૂલ્ય સમયના ભાગ આપી અમને જે ઉપદેશ આપે છે, એ ઉપકારના બદલા અમારાથી દ્દેિ પણ વાળી શકાય તેમ નથી. તે પણુ, મારા કલ્યાણુની ખાતર આપ મારા લાયક કઈ પણ કામ ખતાવશે, તેા હું આપના વધુ ઉપકાર માનીશ. આપની પ્રસન્નતાનુ જે કંઇ કામ ખતાવશેા, તે કરવાને આ સેવક હમેશાંને માટે તૈયાર છે”
અકબર જેવા સમ્રાટ્ની આટલી બધી ભક્તિ અને લાગણી હાવા છતાં, સૂરીશ્વરજીએ પોતાના અંગત-સ્વાનુ એક લગાર માત્ર પણ કામ ન બતાવ્યું. આ વખતે સૂરિજી ચાહતે, તે પેાતાના ગચ્છને માટે, પોતાના અનુયાયિાને માટે અથવા પેાતાના અગ્રત સ્વાર્થને માટે ગમે તે કાર્ય કરાવી શકતે; પરંતુ સૂરિજીએ તે તેમાંના એક પણ કાય ની માગણી ન કરી. તેઓ સાથી સારામાં સારૂ અને અગત્યનું કાર્ય જીવેાને અભયદાન આપવાનું જ સમજતા હતા અને તેથીજ તેમણે માદશાહ પાસે જ્યારે જ્યારે કઈ કામ કરાવ્યુ, ત્યારે ત્યારે જીવાને અભયદાનનુ જ જીવાને આરામ પહોંચાડવાનું જ કામ કરાવ્યું હતું.
આ વખતે ખાદશાહે જ્યારે કઇ પણુ કામ બતાવવાની માગણી કરી, ત્યારે સૂરિજીએ પક્ષિયાને પાંજરામાંથી મુક્ત કરવાનું સૂચવ્યું. બાદશાહે બહુજ પ્રસન્નતા પૂર્વક તેમ કરી દીધું. અર્થાત્ પક્ષિયાને પાંજરામાંથી મુકત કર્યો, એટલુ'જ નહિં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org