________________
પ્રતિબાપ,
પુસ્તક રાખવામાં મમત્વભાવ થઈ જવાને કે ભય રાખતા હતા, તે હીરવિજયસૂરિજીના ઉપર્યુક્ત શબ્દથી સ્પષ્ટ થાય છે.
સૂરિજીની આવી નિઃસ્પૃહતા માટે યદ્યપિ બાદશાહને બહુ આનંદ થયે, પરંતુ તેણે વારંવાર એ પ્રાર્થના કરી કે-ગમે તે પ્રકારે પણ મારી આ નાનકડી ભેટને તે આપ અવશ્ય સ્વીકારે.” છેવટે અબુલફજલે પણ સૂરિજીને સમજાવતાં કહ્યું કે-જે કે આપને પુસ્તકની દરકાર નથી, પરંતુ પુણ્યનું કાર્ય સમજીને પણ આને સ્વીકાર કરે. આપ આ પુસ્તકને સ્વીકાર કરશે, તે તેથી બાદશાહને બહુ પ્રસન્નતા થશે.”
તદનન્તર સૂરિજીએ વિશેષ “હા” “ના” કાની કર્યા સિવાય તે પુસ્તકેને સ્વીકાર કર્યો અને કહ્યું કે- આટલાં બધાં પુસ્તકને અમે કયાં કયાં ફેરવતા રહીશું ? માટે આ પુસ્તકને એક ભંડાર બનાવી દેવામાં આવે તે સારું, અને તેમાંથી અમને જ્યારે જઈશ, ત્યારે વાંચવા માટે મંગાવ્યા કરીશું.”
બાદશાહે પણ એ વાતની સમ્મતિ આપી અને દરેકની સમ્મતિપૂર્વક તે પુસ્તકને ભંડાર કરવામાં આવ્યું, અને તેની વ્યવસ્થાનું કામ ચાનસિંઘને સોંપવામાં આવ્યું. “વિજયપ્રશસ્તિ કાવ્ય” ના કર્તાના મત પ્રમાણે આ ભંડાર આગરામાં અકબરના નામથીજ ખોલવામાં આવ્યો હતે.
બાદશાહ સાથેની પ્રથમ મુલાકાત આ પ્રમાણે પૂરી થઈ. સૂરિજી બાદશાહી વાજિંત્રો અને બીજી મહટી ધૂમધામ પૂર્વક ઉપા શ્રયે પધાર્યા. શ્રાવકોમાં આનંદ આનંદ ફેલાઈ ગયે. તેમ થાનસિંઘ વિગેરે કેટલાક ભાવિક શ્રાવિકેએ આ શુભકાર્ય નિમિત્તે ઘણું દાન પણ કર્યું.
થોડા દિવસ તેપુર–સીરીમાં સ્થિરતા કરી, પછી સૂરિજી આગરે પધાર્યા. ફતેપુર અને આગરાને વીસ માઈલનું આંતરૂં છે. સૂરિજીએ ચાતુર્માસ આગરામાંજ વ્યતીત કર્યું. આ દરમીયાનમાં
શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org