________________
પ્રતિમાપ,
ધાગે કરી આપે, કે જેથી તે દશાની મારા ઉપર કંઈ અસર થાય નહિં. પરંતુ સૂરિજીએ તે એ વિષય પિતાને નથી એમ જ્યારે જણાવ્યું, ત્યારે બાદશાહને સ્પષ્ટ શબ્દોમાં કહેવું જ પડયું કે
મહારાજ ! મારે જતિષશાસ્ત્રીનું કંઈ કામ નથી. આપજ મને કંઈ એ મંત્ર-જત્ર કરી આપે કે જેથી મને તે ખરાબ કશા હાનિ ન કરે.” ' સૂરિજીએ કહ્યું-“રાજન ! મંત્રાદિ કરવાને અમારા આચાર નથી. બેશક, આપ જીવે ઉપર ખૂબ મહેર કરશો, અને જીવને અભય દાન દેશે, તે આપનું પણ સાર્જ થશે, કારણ કે “બીજાનું સારું કરવાથી જ આપણું સારું થાય છે. એ કુદરતને કાયદે છે.” ' સૂરિજીના આ કથનથી બાદશાહને બહુજ આનંદ થયે. કારણ કે બાદશાહના ઘણું ઘણું કહેવા છતાં પણ સૂરિજી પિતાના આચાર પ્રત્યેની દઢતામાં ચલાયમાન ન થયા બાદશાહે અબુલફજલને પિતાની પાસે બોલાવી સૂરિજીની બહુ તારીફ કરી. આજ વખતે
બાદશાહે બીજા પણ કેટલાક પ્રશ્નને–જેવા કે- સૂરિજીને કેટલા શિગે છે?” “સૂરિજીના ગુરૂનું નામ શું છે?” વિગેરે પૂછીને તેના ખુલાસા કરી લીધા.
તદનન્તર બાદશાહે પિતાના વીલ પુત્ર શેખજી દ્વારા પિતાને ત્યાંથી પુસ્તકને ભંડાર મંગાવ્ય. શેખજીએ પિટીમાંથી તમામ પુસ્તકે કાઢીને માનખાના ૧ સાથે બાદશાહ પાસે
૧ ખાનખાનાનું પૂરું નામ હતું-ખાનખાનાન મીજા અર રહીમ. તેના પિતાનું નામ બિરામખાન હતું. જ્યારે તેણે ગુજરાત છયુ, ત્યારે તેના ઉપર પ્રસન્ન થઈ બાદશાહે તેને “ ખાનખાના” ની ઉપાધિ આપી હતી અને પાંચહાર સેનાને અધિપતિ બનાવ્યો હતો. આના સંબંધી વિશેષ હકીકત માટે જુઓ– આઈન-ઈ અકબરી, પહેલો ભાગ બ્લેકમેનનો અંગ્રેજી અનુવાદ પૂ. ૩૩૬. તથા “ મીરાતે એમડી” ને ગુજરાતી અનુવાદ પૂ. ૧૫૧–૧૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org