________________
પ્રતિબંધ
?
)
પૂર્વક સહન કરે. એક, ગાડી, ઘેડા, ઊંટ, હાથી અને રથ વિગેરે કઈ પ્રકારના વાહનમાં બેસે નહિ અને મન, વચન, કાયાથી કોઈ પણ જીવને તકલીફ પહોંચે, એવું કામ પણ ન કરે. પાંચ ઇંદ્રિચેના વિષને કાબૂમાં રાખવા પ્રયત્ન કરે, માન-અપમાનની દરકાર કરે નહિ. સ્ત્રી, પશુ અને નપુંસકના સહવાસથી દૂર રહે એકાન્ત સ્થાનમાં સ્ત્રીની સાથે વાત પણ કરે નહિ. તેમ શરીરની શુશ્રષા પણ કરે નહિ, હમેશાં યથાશક્તિ તપસ્યાને આદર કરે. ચાલતાં, બેસતાં, ઉઠતાં, ખાતાં, પીતાં-દરેક ક્રિયા કરતાં બરાબર ઉપગ રાખે રાત્રે ભોજન કરે નહિં, અને મંત્ર જબ વિગેરેથી પણ દૂર રહે. વળી અફીણઆદિનું વ્યસન પણ રાખે નહિ. ઈત્યાદિ અનેક આચાર સાધુઓએ-ગુરૂઓએ પાલન કરવાના છે. ટૂંકાણમાં કહિએ તે-ગૃહસ્થના ૬ મૂળ તત તાપૂર પામ” ગૃહસ્થને જે ભૂષણ છે, તે સાધુઓને દૂષણરૂપ છે.”
સૂરિજીએ આ પ્રસંગે એ પણ સ્પષ્ટપણે કહી દીધું કે “જે કે, આ પ્રમાણેના ગુરૂના આચારને અમે સંપૂર્ણ પાળીએ છીએ, એમ હું કહેવા માગતા નથી; પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે યથાશકિત તે આચારેને પાળવા અમે અવશ્ય પ્રયત્ન કરીએ છીએ.
એ પ્રમાણે ગુરૂનું સ્વરૂપ સમજાવ્યા પછી સૂરિજીએ કહ્યું–
ધર્મને માટે તે વિશેષ કહેવા જેવું રહેતું જ નથી. કારણ કે-સંસારમાં અજ્ઞાની મનુષ્ય જે ધર્મનું નામ લઈને કલેશ કરે છે, તે વસ્તુતઃ ધર્મ જ નથી. જે ધર્મથી મનુષ્ય મુકિતનું સુખ લેવા ચાહે છે અથવા જેનાથી મુકિતનું સુખ મળે છે, તે ધર્મમાં કલેશ હોઈ શકે જ નહિં; ખરી રીતે ધર્મ તે એનું નામ છે કે- અત્તરરાત્વેિ ધર્મમ” જેનાથી અંતઃકરણની શુદ્ધિ થાય-હૃદયની પવિત્રતા થાય, તેનું નામ જ ધર્મ છે. પછી અંતઃકરણની શુદ્ધિ નિમળતા ગમે તે કારણથી થાય. બીજા શબ્દોમાં કહીએ તે કિયનિવૃત્તિી ધર્મ વિષયથી નિવૃત્ત થવું-દૂર થવું એનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org