________________
યુરીશ્વર અને સપાહ.
પ્રાપ્ત કર્યું છે, તે મહાદેવ અથવા ઈશ્વર કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તે-ઈશ્વર જન્મ, જરા અને મરણથી રહિત છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પણ તેને નથી, તેમ રેગ, શોક અને ભયથી પણ રહિત હેઈ, તે અનંતસુખને અનુભવ કરે છે.
“ઈશ્વરના ઉપયુંકત સ્વરૂપ ઉપરથી આપણે સહજ સમજી શકીએ છીએ કે-ઈશ્વરને ફરીથી સંસારમાં જન્મ ધારણ કરવાનું કંઈ પણ કારણ રહેતું નથી. કારણ કે–તેણે સમસ્ત કને ક્ષય કરેલ હોય છે. અને એ નિયમ છે કે- કઈ પણ આત્મા સમસ્ત કર્મોને ક્ષય કર્યા સિવાય સંસારથી મુક્ત થઈ શકે નહિ અને સુક્ત થયેલે આત્મા પુનઃ સંસારમાં આવી શકે નહિં.” જૈનધર્મને આ અટલ સિદ્ધાન્ત છે. “સંસાર” શબ્દથી અહિં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક–એ ચાર ગતિયે સમજવાની છે.”
એ પ્રમાણે દેવનું સ્વરૂપ સંક્ષેપમાં બતાવ્યા પછી સૂરિજીએ ગુરૂના ગુણે વર્ણવતાં કહ્યું–
જેઓ પાંચ મહાવ્રતે (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મ ચર્ય અને અપરિગ્રહ) નું પાલન કરે છે, ભિક્ષા માત્રથી પિતાને - નિર્વાહ કરે છે, જેઓ સમભાવરૂપ સામાયિકમાં હમેશાં સ્થિર રહે છે અને જેઓ ધર્મને ઉપદેશ કરે છે, તેઓ ગુરૂ કહેવાય છે. ગુરૂનાં આ લક્ષણને જેટલું વિસ્તૃત અર્થ કરે છે, તેટલે થઈ શકે. અથી સાધુના સમસ્ત આચાર-વિચારો અને વ્યવહારને સમાવેશ ઉપર્યુક્ત પાંચ બાબતેમાં થઈ જાય છે. ગુરૂઓમાં સૌથી મોટામાં માટી બે બાબતે તે હોવી જ જોઈએ-સ્ત્રીના સંસર્ગને અભાવ છે અને મૂછીને ત્યાગ. આ બે બાબતો જેનામાં ન હોય, તે ગુરૂ તરીકે માની શકાય જ નહિં. આ બે બાબતેની રક્ષાપૂર્વકજ સાધુએએ-ગુરૂઓએ પોતાના બધા આચારે પાળવાના છે. વળી ગુરૂ તે છે કે, જે પિતાની જિને વશમાં રાખે.અર્થાત–સારા સારા પદાર્થોઅરિષ્ઠપદાર્થો વારંવાર વાપરે નહિં, ગમે તેવાં કષ્ટને પણું સમભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org