SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશ્વર અને સમ્રા. ~~~ ~ ~~ ~ ~ ~~ ~ ~ ~ ~ સૂરિજીએ ગંભીરતાથી કહ્યું– રાજન! જેનસાધુઓને માટેજ નહિં, પરંતુ તમામ સાધુઓને માટે એ નિયમ છે કે[gp સેતૂ પા ” ( મનુસ્મૃતિ, અ-૬ કલેક ૪૬ ) દષ્ટિથી પવિત્ર થએલી જમીન ઉપર પગ મૂક. અથૉત્ જ્યાં ચાલવું તથા બેસવું હોય, ત્યાં દષ્ટિથી જમીનને જોઈ લેવી જોઈએ. આ સ્થાનમાં ગલી બિછાવેલ હોવાથી, તેની નીચે શું હશે, એ કંઈ દૃષ્ટિથી જોઇ શકાતું નથી, માટે જ આ ગલીચા ઉપર અમારાથી ચાલી શકાય નહિં.” ઉપલક દષ્ટિએ તે સૂરિજીનું આ કથન બાદશાહને કંઈક હાસ્યનું કારણ નિવડ્યું. “આવા મનહર સ્વચ્છ ગલીચાની નીચે કયાંથી જ આવીને પેસી ગયા હશે ?” એમ મનમાં વિચારી બાદશાહે સૂરિજીને અંદર લઈ જવા માટે પોતાના હાથે જે ગલીચાને એક છેડે ઉપાડી ગલીચાને દૂર કર્યો, કે તુર્તજ નીચેથી બાદશાહે કીડિયાને ઢગલો જોયો. “એ, આ શું છે?” તપાસીને જૂએ છે, તે કીડિયાને ઢગલે. બાદશાહ તે ચકિત જ થઈ ગયે. સૂરિજી પ્રત્યેની શ્રદ્ધામાં કઈ ગુણે વધારે થયે. “ખરેખર, સાચા ફકીર તે આનું નામ!” એમ હૃદયની લાગણથી તેણે શબનું ઉચ્ચારણ કર્યું. પછી બાદશાહે પતે એક સુકોમળ વસ્ત્રથી તે કીડિયેને દૂર કરી અને ગલીચે ઉઠાવી લીધે. તદનન્તર સૂરિજીએ તે કમરામાં પ્રવેશ કર્યો. સૂરિજી અને બાદશાહે પિતપોતાના યોગ્ય આસને ઉપર બેઠક લીધા પછી, બાદશાહે નમ્રતાપૂર્વક સૂરિજી પ્રત્યે ધર્મોપદેશ સાંભળવાની જિજ્ઞાસા પ્રકટ કરી. આથી સૂરિજીએ પ્રથમ કેટલોક સામાન્ય ઉપદેશ આપ્યા પછી, બાદશાહના પૂછવાથી ટૂંકમાં દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ સમજાવતાં કહ્યું – જેમ, એક મકાનને બનાવવાવાળે મનુષ્ય, એ મકાન સંબધી હમેશાંની નિર્ભયતાને માટે તેની ત્રણ વસ્તુઓ બહુ દઢ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy