________________
પ્રતિબિય,
-
-
-
-
-
આ પછી બાદશાહે એ પૂછયું કે-“મહારાજ ! આપ મને એ જણાવવા કૃપા કરશો કે–આપના ધર્મમાં હાટાં તીર્થો કયાં કયાં માનવામાં આવે છે.”
સૂરિજીએ શરુંજય, ગિરિનાર, આબ, સમેતશિખર અને અષ્ટાપદ-એ વિગેરે કેટલાંક તીર્થોનાં નામે થી ડી મા: હિતી સાથે કહી બતાવ્યાં.
જો કે, આ પ્રમાણે ઉભાં ઊભાંજ વાત કરવામાં વખત ઘાણે લાગી ગયા હતા, તેપણું સૂરિજી સાથેની અત્યાર સુધીની વાતચીત ઉપરથી મળેલા આનંદથી બાદશાહનું મન કઈ એક સ્થાનમાં નિશ્ચિતતાથી બેસીને સૂરિજીના મુખકમળથી ધર્મોપદેશ સાંભળવાને લલચાયું અને તેથી જ તેણે સૂરિજીને પિતાની ચિત્રશાનાના એક મનહર કમરામાં પધારવા માટે નમ્રભાવે વિનતિ કરી.
સુરિજીએ પણ સમયસૂચકતા વાપરી બાદશાહની વિનતિને સ્વીકાર | કર્યો, પછી બાદશાહ વિગેરે તે ચિત્રશાળા પાસે ગયા.
- ચિત્રમાળામાં પ્રવેશ કરવાના દ્વાર પાસે જતાંજ સૂરિજીએ ઘણેજ સુંદર ગલી બીછાવે છે, કે જે ગલીચા ઉપર થઈને અંદર-કમરામાં જવાનું હતું. ગલી જોતાં જ સૂરીશ્વરજીની ગતિ કંઇક મંદ થઈ. તેઓ દરવાજા પાસે જઈને જ એકદમ ભાયા. બાદશાહ વિચારમાં પડ્યા અને તેને શંકા થઈ કે શું કારણ હશે કેસૂરિજી અંદર આવતાં ભાયા? બાદશાહે પોતાની આ શંકાને શબ્દો દ્વારા વ્યકત કરીએ નહિ, એટલામાં તે સૂરિજીએ સ્વયં કહ્યું
“રાજન ! આ ગલીચા ઉપર થઈને અમારાથી અંદર આવી શકાય નહિ; કારણ કે ગલીચા ઉપર પગ દઈને ચાલવાને અમારે અધિકાર નથી.”
બાદશાહે આશ્ચર્ય પૂર્વક પૂછયું-“ મહારાજ ! એમ કેમ? ગલી બિલકુલ સ્વચ્છ છે. કેઈ જીવ-જંતુ એના ઉપર છે નહિ, તે પછી તેના ઉપર ચાલવામાં આપને શી હરકત છે ?” 15:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org