SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સૂધેશ્વર અને સાહ - * * * * * * * કર્તવ્યનિષ્ઠતા માટે અસાધારણ છા૫ પી. બાદશાહ ફરીથી આ સંબંધી કઈ પણ બોલી શકે નહિ, પણ તેણે થાનસિંઘને સબધીને કહ્યું કે “થાનસિંઘ! તારે મને સૂરિજીના આવા કઠિન આચાર સંબંધી વિસ્તારથી વાત તે કરવી હતી. જે મને એમજ ખબર હત, કે સૂરિજીને આ કઠિન આચાર છે, તે હું તેઓને આટલી બધી તકલીફ શામાટે આપતે?” થાનસિંઘ બાદશાહની સામે ટગર ટગર જોઈ રહ્યો. તે બાદશાહને શું ઉત્તર આપે, એ વિચારમાં જ હતું. એટલામાં બાદશાહ સવય બોલી ઉઠયો “ઠીક છે, ઠીક છે, થાનસિંઘ ! હું તારી વાણિયાવિઘાને સમજી ગયે. તે તારી મતલબ સાધવાને માટેજ મને એ બધી બાબતથી અજ્ઞાત રાખે છે. કેમકે સૂરિજી મહારાજ આ દેશમાં પહેલાં કેઈ પણ સમયે પધાર્યા નથી અને તેથી સરિજીની સેવાભક્તિને અપૂર્વ લાભ લેવાના ઇરાદાથીજ તું મારી વાતને પુષ્ટિ જ આપતો રહ્યો, પણ તેમ કરવામાં (સૂરિજીને બોલાવવામાં) કેટલી કઠિનતા છે, એ વાત તે મને સમજાવી નહિ. ઠીક છે, આવા મહાપુરૂષની ભક્તિને લાભ તને અને તારા જાતિભાઈને મળે, તે એનાથી વધારે સિભાગ્યની વાત તમારે માટે બીજી કઈ હોઈ શકે? બાદશાહની આ મધુર અને હાસ્યયુક્ત વાણીથી મુનિમંડળ અને રાજમંડળ–અને મંડળે ખુશી ખુશી થઈ ગયાં. આ પ્રસંગે બાદશાહે તે બે માણસે–સુઈનુદ્દીન (માંદી) અને કમાલુદ્દીન (કમાલ) ને લાવ્યા, કે જેઓ બાદશાહનું આમંત્રણપત્ર લઈને સૂરિજીને તેડવા માટે ગયા હતાં. તેઓને બોલાવી બાદશાહે સૂરિજીને રસ્તામાં કંઈ તકલીફ તે પી હતી? કેવી રીતે તેઓ વિહાર કરતા હતા? વિગેરે હકીકત પૂછી. તેના જવાબ સાંભળી બાદશાહને બહુ આનંદ થયો, અને સૂરિજીના આવા ઉત્કૃષ્ટ આચારની હદયથી તારીફ કરવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy