________________
આ પ્રતિમા
-
આ પ્રમાણે બાદશાહના બેઠકખાનાના બહારના જ ભાગમાં સંગમરમરવાળા એક દલાનમાંજ બને મંડળે ઉભાં રહ્યાં. બાદશાહે સૂરિજીને વિનયપૂર્વક કુશલ-મંગલના સમાચાર પૂછયા, અને તે પછી ત્યાં ઉભાં ઊભાંજ બાદશાહે બહુ નમ્રભાવથી સૂરિજીને કહ્યું –
મહારાજ ! આપે મ્હારા જેવા એક મુસલમાનકુલત્પન્ન તુચ્છ મનુષ્ય ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી જે તકલીફ ઉઠાવી છે, તેને માટે હું ક્ષમા યાચું છું. પણ આપ મને કૃપા કરીને એ ફરમાવશો કે-મારા અમદાવાદના સૂબાએ હાથી, રથ, ઘેડા વિગેરે આપને જોઈતાં સાધને શું પૂરાં ન પાડ્યાં કે-જેને લીધે આપને પગે ચાલીને અહિં સુધી આવવાની તકલીફ ઉઠાવવી પડી?”
સૂરિજીએ કહ્યું-“નહિં રાજન! તમારી આજ્ઞા પ્રમાણે તે મહાનુભાવે તે તમામ પ્રકારની સામગ્રી પૂરી પાડી હતી, પરંતુ મારા સાધુધર્મના આચારને આધીન થઈ, હું તે વસ્તુઓને સ્વીકાર કરી શકશે નહિં. બીજી વાત એ છે કે આપે અમારા અહિં આવવા સંબંધી જે ક્ષમા યાચી તે આપની સજજનતાને જ જાહેર કરે છે. વસ્તુતઃ અમારા અહિં આવવામાં ક્ષમા યાચવા જેવું કે ઉપકાર માનવા જેવું કઈજ નથી. કારણ કે અમારા સાધુજીવનનું મુખ્ય કર્તવ્ય “ધર્મને ઉપદેશ આપ” એજ છે. હવે ધર્મના ઉપદેશને માટે અમારે ગમે ત્યાં પણ અમારા ધર્મની રક્ષાપૂર્વક જવું પડે, તે તેમાં અમે અમારા કર્તવ્યથી વધારે કંઈજ કરતા નથી. તેમાં પણ આપના જેવા સમ્રા, કે જેઓ લાખે બકે કરડે મનુષ્યોના માલિક છે, તેમને ધર્મોપદેશ સંભળાવવા માટે ગમે તેટલી તકલીફ ઉઠાવવી પડે, તેઓ શું? હું તે એમજ સમજુ છું કે-લાખે મનુષ્યને ઉપદેશ આપવામાં જે ફળ સમાએલું છે, તેટલું ફળ, આપના જેવા એક મહાશક્તિશાળી સમ્રાને આપવામાં સમાએલું છે. માટે આપે તે સંબધી લગાર પણ વિચાર કરવો જોઈને નથી.”
સૂરિજીના આ પ્રત્યુત્તરે બાદશાહના અતઃકરણમાં સૂરિજીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org