________________
પ્રતિમા
સમયમાં સૂરિજી શેખ અબુલફજલને ત્યાં પધાર્યા, અને લાંબા વખત સુધી અબુલફજલની સાથે ધર્મ ચર્ચા કરી.
વિન્સેન્ટ રમીથ પણ કહે છે કે બાદશહને તેમની સાથે વાતચીત કરવાને પુરસદ મળી, ત્યાં સુધી, તેમને અબુલફજલની પાસે બેસાડવામાં આવ્યા હતા–
“ The weary traveller was made over to the care of Abul Fazl until the soverign found leisure to converse with him.”
Akbar-p. 167 ] અબુલફજલની સાથેની આ પ્રાથમિક મુલાકાત અને પ્રાથમિક ધર્મચર્ચામાં અબુલફજલે કુરાને શરીફની કેટલીક આજ્ઞાએનું પ્રતિપાદન કર્યું હતું, જ્યારે હીરવિજ્યસૂરિએ તેજ વાતને યુકિતપૂર્વક સમજાવી, ઈશ્વરનું વાસ્તવિક સવરૂપ કેવું છે? સુખદુખને આપનાર ઈશ્વર નહિ, પરંતુ આપણા કર્મો જ છે, એ, અને તેની સાથે દયાધર્મનું પણ પ્રતિપાદન કર્યું હતું. શેખ અબ્દુલ ફેજલને સૂરિજીની આ વિદ્વત્તાભરી વાણી અને યુક્તિથી બહુજ આનંદ થશે.
અબુલફજલને ત્યાં ધર્મચર્ચા કરતાં જ લગભગ મધ્યા કાળ થઈ ગયે. આપણે જાણી ગયા છીએ કે આજે સૂરિજીએ આ બિલની તપસ્યા કરી હતી. હવે અહિંથી ઉપાશ્રયે જઇ આહાર કરે, અને પાછા બાદશાહની પાસે જવા માટે અહિં આવવું, એ અશકય જેવું થઈ પડયું હતું. કારણ કે તેમ કરવામાં ઘણે વખત વ્યતીત થઈ જાય તેમ હતું; અતએ સૂરિજીએ ઉપાશ્રયે ન જતાં અબુલફજલના મહેલની પાસેજ કરણરાજ નામના હિંદુગ્રહ૧ કરણરાજનું ખાસ નામ રામદાસ કચ્છવાહ હતું. અને રાજાકરણ, એ એનું બિરૂદ હતું. આ કરણરાજ ૫૦૦ સેનાને અધિપતિ હતા, આને માટે વિશેષ હકીકત મેળવવા ઈચ્છનારે, આઈન-ઈ-અકબરી, ભાગ પહેલે, બ્લેકમેનકૃત અંગરેજી અનુવાદના પે. ૪૮૩ માં જેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org