________________
સૂરીશ્વર અને સમ્રા.
સમાગમને માટે પૂછાવવા છતાં “અત્યારે હું કાર્યમાં વ્યર્થ છું” “થોડી વાર પછી મળીશ” આ ઉત્તર બાદશાહના કયા દુર્ગુણના પરિણામે નિકળ્યું હશે, એ શોધી કાઢવું, અસંભવ નહિં, તે કનિતાવાળું અવશ્ય છે.
શ્રીહીરીમાથાથના કર્તા, ૧૩ મા સર્ગના ૧૨૫ મા - કની ટીકામાં આને માટે કહે છે કે- તથાં વતિન भज्ञाततरवभावेन म्लेच्छत्वेन वा । यथास्तिकः स्यात्तदा तु ઈનિ ચવવા વવત પર ” પણ અમને તે, આપણે ત્રીજા પ્રકરણમાં જોઈ ગયા છીએ તે જ તેના દારૂના વ્યસનનું જ આ પરિણામ લાગે છે. કેમકે, આ વ્યસનના લીધે તેનાથી ઘણી વખત નહિ ઈચ્છવા અવિવેક થઈ જતું. જ્યારે તેને દારૂ પીવાનું મન થઈ આવતું, ત્યારે તે ગમે તેવાં કાને પડતાં મૂકીને, અરે, ગમે તેવા માણસને મળવા બોલાવ્યા હોય, તે પણ તેને નહિં મળતાં, તે દારૂ પીવાની ઈચ્છાને પૂર્ણ કરે.
શું એ બનવા જોગ નથી કે પોતાની આ કુટેવને પરિણામે જ તેણે ઉપર પ્રમાણેને ઉત્તર આપે હોય? અતુ, ગમે તે હે, પણ ખરી રીતે તે સૂરિજીની બાદશાહને મળવાની ઈચ્છા થઈ, તેના કરતાં હજાર ગુણી ઈચ્છા બાદશાહને તત્કાલ થવી જોઈતી હતી. અતુ.
હવે, “જે થાય છે તે સારાને માટે એ એક સામાન્ય નિયમ પ્રમાણે, બીજી રીતે વિચાર કરીએ તે–એકાએક બાદશાહને નહિ મળવાથી થયે તે ફાયદેજ. કારણ કે બાદશાહને મળવા પહેલાં સૂરિજીને, બાદશાહના સર્વસ્વ તરીકે ગણાતા વિદ્વાન શેખ આબુલફજલની સાથે લાંબે વખત વાતચીત કરવાને પ્રસંગ મળી આવ્યું. અને તેથી બાદશાહને મળવા પહેલાં બાદશાહના ખાસ માનતા એકાદ પુરૂષના અંતઃકરણમાં, સૂરિજીની વિદ્વત્તા અને પવિત્રતાના સંબંધમાં જે છાપ બેસાડવાની જરૂર જોવાતી હતી, તે પણ પૂર્ણ થઈ, એટલે કે બાદશાહને મળવા પહેલાં, મળેલા આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org