________________
પ્રતિમા.
સૂરિજીને અહિં કયું મહત્વનું કાર્ય કરવાનું છે, એ પાઠકથી અજાણ્યું નથી. “અકબર બાદશાહને પ્રતિબંધ કરે,” એજ સૂરિજીનું સાધ્યબિંદુ છે. પ્રાતઃકાલમાંજ સૂરિજીએ એવી વ્યવસ્થા કરી દીધી કે જે સાધુઓને વિદ્વાન સાધુઓને-પિતાની સાથે રાજસભામાં લઈ જવાના હતા, તેઓને પિતાની પાસે રાખ્યા, અને બીજાઓને ઉપાશ્રયે મોકલી દીધા.
સાથી પહેલાં અબુલફજલના મકાને આવવા માટે સૂરિજી જગન્મલકછવાહને ત્યાંથી રવાના થયા, અને જ્યારે સિંહદ્વાર નામને મુખ્ય દરવાજે, કે જે બ્રાહ્મણવાડાના નાકે હતું, ત્યાં આવ્યા, એટલે થાનસિંઘ વિગેરે શ્રાવકોએ આગળ જઈને અબુલફજલને એ વાતની સૂચના આપી કે સૂરિજી “સિંહદ્વારે પધાર્યા છે, એટલુંજ નહિં, પરંતુ સાથે સાથે એ પણ જણાવ્યું કે- સૂરિજી હમણાંજ બાદશાહને મળવાને ચાહે છે.”
અબુલફજલ કંઈ પણ બહાના કાની કર્યા સિવાય બાદશાહ પાસે ગયે અને જણાવ્યું કે- હીરવિજયસૂરિજી સિંહદ્વાર સુધી પધાર્યા છે. હવે આપની આજ્ઞા હોય, તે હું તેઓને આપની પાસે લાવું, કારણ કે તેઓ હમણાંજ આપના સમાગમને ચાહે છે.”
પ્રત્યુત્તરમાં બાદશાહે જણાવ્યું-“જેઓની હું ઘણી જ ચાહના કરતું હતું, તેઓના પધાર્યાના સમાચારથી મને ઘણેજ હર્ષ થાય છે, પરંતુ દિલગીર છું કે-હાલ હું કંઈક કાર્યમાં વ્યગ્રમનવાળ હોઈ મહેલમાં જાઉં છું. માટે ત્યાંથી આવું, ત્યારે તમે સૂરિજીને લઈને આવજે, ત્યાં સુધી તમે સૂરિજીના ચરણકમળથી તમારા સ્થાનને પવિત્ર કરે.
બાદશાહને આ જવાબ કેઈ પણ સહુદયને ખૂણ્યા વિના નહિ રહે. જેઓને સેંકડે કેશોની મુસાફરી કરાવી પોતાની પાસે બોલાવ્યા છે, અને જેઓને મળવા માટે મેઘની માફક પ્રતીક્ષા કરી રહ્યો હતો, તેઓનાજ આવવા પછી-આવવા પછી જ નહિ, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org