________________
આમંત્રણ
૧૫
ગુણવિજ્ય, પં. ગુણસાગર, પં. કનકવિજય, પં. ધર્મસીહષિ, ૫. માનસાગર, પં. રતનચંદ્ર, ગષિ કા, પં. હેમવિજય, નષિ જગમાલ, પં. રત્નકુશલ, પં. રામવિજય, પં, ભાનવિજય, પં. કીર્તિવિજય, ૫. હંસવિજય, પંજતવિજય, ૫, જયવિજ્ય, પંલાવિયે, પં. મુનિવિજય, ધંધનવિજય, પ. મુનિવિમલ અને મુનિ જયવિજય વિગેરે ૬૭ સાધુઓ હતા. આ સાધુઓમાં કેઈ વૈયાકરણ હતા, તે કેઈનૈયાયિક હતા; કેઈ વાદી હતા, તે કઈ વ્યાખ્યાની હતા કે અધ્યાત્મી હતા, તે કઈ શતાવધાની હતા, અને કેઈ કવિ હતા, તે કોઈ ધ્યાની પણ હતા,એમ જુદા જુદા વિષયમાં અસાધારણ વિદ્વત્તા ધરાવનારા હતા. સૂરિજી શહેરના દરવાજાની પાસે આવ્યા એટલે તમામ સંઘે વિધિપૂર્વક વંદન કર્યું. કુમારિકાઓએ સેના ચાંદીનાં ફૂલેથી સૂરિજીને વધાવ્યા. જ્યારે કેટલીક સાભાગ્યવતિએ મેતીના સાથીયાવડે ગહુળી પણ કરી. એમ શુભ શકુને પૂર્વક સૂરિજી ફતેપુર–સીકરીના એક પરામાં થઈને શહેરમાં પ્રવેશ કરવા લાગ્યા. તેટલામાં તે પરામાં રહેતે એક સામન્ત, કે જેનું નામ જગમલ કરચ્છવાહ હતું, તે આવીને સૂરિછના પગમાં પડ્યો અને હર્ષના આવેશમાં આવીને પોતાના મહેલને સૂરિજીનાં પગલાંથી પવિત્ર કરવાની ભાવનાથી તે પિતાના મહેલમાં લઈ ગયે, એટલું જ નહિ પરંતુ તેણે પોતાના મહેલના એક સ્વતંત્ર કમરામાં આખો દિવસ અને રાત રાખ્યા, અને તેઓ શ્રીના મુખથી ઘણેજ ઉપદેશ શ્રવણ કર્યો,
સૂરિજીએ પિતાના વિહારની જે સીમા બાંધી હતી, તે સીમાને અંત પૂરે થાય છે. સૂરિજી ગધારથી વિહાર કરીને જે
૧ આ જગન્મલ કચ્છવાહ તેજ છે કે, જે જયપુરના રાજા બિહારીમલને નહાન ભાઈ થડે. આના સંબંધમાં વિશેષ માહિતી મેળવવા ઇચ્છનારે આઈન-ઈ-અકબરી ” ને પહેલો ભાગ, પ્લેકમેનના અંગરેજી અનુવાદના ૪૩૬ મા પેજમાં જોવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org