________________
સૂરીશાર અને
હવે ફતેપુર-સીકરી માત્ર છ ગાઉજ રહ્યું છે અને તેથી સૂરિજી અભિરામાબાદ પધાર્યા છે, એવા સમાચાર ફતેપુર–સીકરીમાં બહુજ જલદી ફેલાઈ ગયા. લેકેની આવ જા શરૂ થઈ ગઈ અને બીજી તરફ સૂરિજીના સામૈયા માટે, થાનસિંધ, માનુકલ્યાણ અને અમીપાલ વિગેરે આગેવાન ગૃહસ્થાએ બાદશાહને મળી બાદશાહી વાજા અને હાથી, ઘેડા વિગેરે જે જે વસ્તુઓની અપેક્ષા હતી, તે તે વસ્તુઓને પણ બબસ્ત કરી લીધે.
આજે ષ્ઠ વદિ ૧૨ (વિ. સં. ૧૯૩૯) ને દિવસ છે. પ્રાતઃકાલથી આખા શહેરમાં કંઈક નવીનતાનાં ચિહુને દેખાવા લગ્યાં છે. કેટલાકે પિતાનાં બાળબચ્ચાંઓને ઉત્તમોત્તમ આભૂષણે અને વસ્ત્ર પહેરાવવા લાગી પડયા છે, કેટલાકે પોતપોતાના હાથિઓ અને ઘોડાઓ વિગેરેને શણગારી રહ્યા છે જ્યારે કેટલાકે રથની તૈયારીઓ કરી રહ્યા છે. જ્યારે કેટલાકે તે દિવસ ઉગ્યા પહેલાં અંધારામાંજ
હેલા વહેલા ઉઠીને, બને તેટલે દૂર સુધી સૂરિજીના હામે જવાને વિદાય થઈ ગયેલા છે. એ પ્રમાણે લગભગ નવ વાગતાં વાગતાં શહેર બહાર હાથિયે, ઘોડા, ઊંટ, રથ, અને કે–નિશાન તેમજ ખાસ બાદશાહ તરફથી મળેલાં રાજ્યકીય વાજિંત્રની તૈયારી પૂર્વક હજારે મનુષ્ય સૂરીશ્વરજીની પ્રતીક્ષા કરીને ઉભા રહેલા છે. જેડી વાર થતાંજ સંખ્યાબંધ સાધુઓનું ટે લોકોની દષ્ટિએ પડયું. લેકે હર્ષમાં ને હર્ષમાં સૂરિજીની હામે ચાલવા લાગ્યા. આ વખતે સૂરિજીની સાથે વિમલહર્ષ ઉપાધ્યાય, શાન્તિચંદ્રગણું, પંડિત સામવિજય, ૫. સહજસાગર ગણિ, પં. સિંહવિમલ ગણિ, પં.
છે. એટલે એ ચાર માઈલ જતાં “અભિરામાબાદ ફતેપુરસીકરીથી ૧૨ માઈલ થતુ હતું ” એ જગદગુરૂ કાવ્યના કર્તાનું કથન સત્ય ઠરે છે. અત્યારે આ નામનું ગામ નથી, તેમ “ટ્રિોમેટ્રીકલ સર્વે ના નકશામાં પણ નહિ હોવા છતાં, સૂરિજીના વખતમાં આ ગામ હોવાથી અને સૂરિજીએ અહિં ખાસ મુકામ કરેલ હેવાથી સૂરિજીના વિહારના નકશામાં આ નામ આપવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org