________________
માણસ
પથાય. અહિંના સંઘમાં કંઈક કલેશ હતું, તે પણ સૂરિજીના ઉપદેશથી દૂર થયે. ઉપાધ્યાયજી પણ ફતેપુરસીકરીથી સૂરિજીની હામે અહિં આવ્યા.
આ ઉપરથી પણ એમ જણાય છે કે–અભિરામાબાદ, એ સારછનું છેલ્લું મુકામ હતું. અહિંથી રવાના થઈને સૂરિજી ફતેપુર પધાર્યા હતા.
આ સિવાય એક પ્રબળ પ્રમાણુ બીજું પણ મળે છે. જગદગુરૂકાવ્ય” માં કહ્યું છેआयाता इह नाथहीरविजयाचार्याः सुशिष्यान्विता
इत्थं स्थानकसिंहवाचिकमसौ श्रुत्वा नृपोऽकम्बरः । स्वं सैन्यं सकलं फतेपुरपुराद्व्यूतषट्कान्तरायातानामभिसम्मुख यतिपतीनां प्राहिणोत् स्फीतियुक्॥१६३॥
આ ઉપરથી સ્પષ્ટ થાય છે.- સૂરિજી છ ગાઉ (૧૨ માઈલ) ઉપર આવ્યા છે” એમ જાણીને બાદશાહે તેમના સત્કારને માટે પોતાનું સૈન્ય
કહ્યું હતું. સુતરાં, અભિરામાબાદ ફતેહપુરસીકરીથી છ ગાઉ (બાર માઈલ) થતું હતું, એ વાત નિવિવાદ સિદ્ધ થાય છે. જ્યારે અલાહાબાદ તે ફતેપુરથી લગભગ પિણું ત્રણ માઈલ દક્ષિણ-પૂર્વમાં આવેલું છે, એટલે અભિરામાબાદને અલાહાબાદ કહેવું, એ ઠીક નથી. આ સંબંધી Mundy's Travels (મડીનું ટ્રેવસ) કે જે સર રીચ સી. ટેમ્પલ તરફથી બહાર પડયું છે, તેમાં લખ્યું છે કે અભિરામાબાદ એ બહાનું શહેર અથવા કો હતે. આ ગામ ખ્યાનાથી ઉત્તરમાં આશરે બે ગાઉ દૂર હતું. તેને અભિરામાબાદ અથવા ઇબ્રાહીમાબાદ પણ કહેતા. અહિં એક ઘણી જ સુંદર વાવ હતી. અત્યારે પણ આ વાવ વિદ્યમાન છે, જેને ઝાલરવાવ કહે છે. આના લેખ ઉપરથી જણાય છે કેઅલાઉદીન ખીલજીને વજીર કાફે ઈ. સ. ૧૩૧૮ માં બંધાવી હતી. જાઓ–Cunningham Archaeological Survey of India Report. Vol. XX 69-70, Also Mundy P. 101.
ઉપરની વાતને વીલીયમ ફીચ પણ ટેકે આપે છે. આ લેખક કતપર સીકરીથી ખ્યાનાને ૧૬ માઈલ બતાવે છે. જ્યારે ઉપર ખ્યાનાથી અભિરામાબાદ બે ગાઉ (ચાર માઈલ ) બતાવવામાં આવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org