________________
શાહની પ્રકૃતિ સંબંધી લગાર પણ શંકા રહેલી હશે, તે પણ દૂર થઈ અને હવે તે તેઓશ્રીના હૃદયમાં પણ એકાન્ત એજ ભાવનાએ સ્થાન લીધું કે-“કયારે બાદશાહને મળું અને ધર્મોપદેશ સંભબાવું.” અસ્તુ - સાંગાનેરથી વિહાર કરી નવલીગામ, ચાટર્ હિંડવણી, સિકંદરપુર અને ખ્યાના વિગેરે થઈ સૂરિજી અભિરામાબાદ
૧ આગામ ખ્યાનાથી દક્ષીણમાં ત્રણ માઈલ થતું હતું. અત્યારે આ ગામ વિદ્યમાન નથી.
૨ અભિરામાબાદને કેટલાક લેખકે અલાહાબાદ તરીકે ઓળખાવે છે, પરંતુ તે ઠીક નથી. કારણ કે-જે રસ્તે થઈને સૂરિજી ફતેપુરસીકરી પધાર્યા હતા, તે રસ્તામાં અલાહાબાદ આવતું જ નથી. વળી ફતેપુર-સીકરી પહોંચવામાં હીરવિજયસૂરિએ સૌથી છેલ્લું મુકામ અભિરામાબાદમાં કર્યું હતું. “દરણમાણ કાવ્ય ' ના તેરમા સર્ગમાં
पवित्रयंस्तीर्थ इवाध्वजन्तून्पुरेऽभिरामादिमवादनानि । यावत्समेतः प्रभुरेत्य तावद् द्राग्याचकेन्द्रेण नतः स तावत्॥४४॥
આથી માલૂમ પડે છે કે-વિમલહર્ષ ઉપાધ્યાય ફતેહપુર-સીકરીથી સૂરિજીની હામે અહિં આવ્યા હતા અને અહિં આવીને તેમણે એ જણાવ્યું હતું કે- બાદશાહ આપના સમાગમને ચાહે છે.' એ વાત આગળના લેકથી પ્રતીત થાય છે.– भयो पिकोकान्त इषैष युष्मत्समागम काक्षति भूमिकान्तः । तवाचकेनेत्युदितो व्रतीन्द्रः फतेपुरोपान्तभुवं बभाज ॥ ४५ ॥
આ લાક ઉપરથી એમ પણ જણાય છે કે-જ્યાં વિમલહર્ષ ઉપાધ્યાયે ઉપર્યુક્ત હકીકત જણાવી, એ સ્થાન ફતેપુરથી થોડે દુર હોવું જોઈએ.
લભદાસ કવિ “હીરવિજયસૂરિ રાસ' માં લખે છે – " બયાંના નઈ અભિરામાબાદ ગુરૂ આવતાં ગયે વિવાદ ફતેપુર ભણી આવી જસ્યિ અનેક પંડિત પૂર્ષિ તસ્યઈ.”
( પૂ. ૧૦૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org