________________
સૂરીશ્વર અને સમ્રાટ્
• હાં, આ હીરવિજયસૂરિના શિષ્યા છે ?' એમ આલતાંની સાથેજ બાદશાહ સ ́હાસનથી ઉચો અને ગલીચાથી મહાર જ્યાં ઉપાધ્યાયજી વિગેરે ઉભા હતા, ત્યાં સ્હામે આન્યા. તેજ વખતે ઉપાધ્યાયજીએ ધર્મલાભ રૂપ આશીર્વાદ આપી સૂરિજી તરફથી પણ ધર્મલાભ જણાવ્યા. ખાદશાહે આ વખતે તીવ્રેચ્છાપૂર્વક કહ્યુ મને તે પરમકૃપાળુ સૂરીશ્વરજીનાં દર્શન કયારે થશે ? ’ ઉપાધ્યાયજીએ કહ્યું કે‘ હાલ તેઓ વિહારમાં છે અને હવે જેમ બનશે, તેમ જલદી તેઓ પધારશે.
આ વખતે બાદશાહે પાતાના એક હજૂરિયા પાસે આ ચારે મહાત્માઓનાં નામા, પૂર્વાવસ્થાનાં નામે, તેમનાં માતાપિતાનાં નામેા અને ગામનાં નામે પણ લખાવી લીધાં. વધુમાં તેણે પરીક્ષા કરવાના હું ગમે તે અભિપ્રાયથી પૂછ્યુ કે− આપ કૂકીર શા માટે થયા ? ’ ઉપાધ્યાયજીએ માદશાહના આ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું:—
“ સ’સારમાં અસાધારણ દુઃખનાં કારણેા ત્રણ છે-જન્મ,જરા અને મૃત્યુ. આ ત્રણે કારણેાથી જ્યાં સુધી મુકત ન થવાય, ત્યાં સુધી પરમસુખ અથવા આનંદની પ્રાપ્તિ થતી નથી. આ સુખ અથવા આનદની પ્રાપ્તિને માટેજ અમે સાધુ–કીર થયા છીએ. કારણ કે—ગૃહસ્થાવસ્થામાં અનેક પ્રકારની ઉપાધી એથી આ જીવ વીંટાએલા રહે છે અને તેથી તે પેાતાની આત્મિક ઉન્નતિને માટે કરવા લાયક કાર્યો કરી શકતા નથી. માટે તેવા કારણાથી દૂર રહેવામાંજ સાર છે, એમ સમજીને અમે ગૃહસ્થાવસ્થા છેડેલી છે. કારણ કે આત્મદ્ધારમાં યદિ કાઇ પણ અસાધારણ કારણ સંસારમાં જણાતું હાય, તેા તે ધર્મજ છે. આ ધર્માંના સ’ગ્રહ સાધુ અવસ્થામાં-ફકીરીમાંજ સારી રીતે થઇ શકે છે. વળી આપણા ઉપર મૃત્યુને ડર પણ એટલા બધા રહેલા છે, કે તે કયારે આપણુને ઝડપશે, એની લગાર માત્ર પણ ખબર નથી. જ્યારે આવી અવસ્થા છે તો પછી મહાત્મા આના આ વચનને, કે
---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org