________________
સાંભળવામાં આવી હતી. બાદશાહને બિલકુલ અસભ્ય બતાવતા, કઈ ક્રોધી બતાવતા, અને કઈ પ્રપંચી જણાવતા તે કઈ ધર્માભિલાષી પણ કહેતા. આથી ઉપાધ્યાયજી વિગેરે આગળ આવેલા સાધુઓએ વિચાર કર્યો કે આપણે બાદશાહને પહેલાં મળીએ, અને જોઈએ તે ખરા કે તે કેવી પ્રકૃતિને માણસ છે ? આપણું અપમાન કરશે, તે તેની કંઈ હરકત નથી, પણ સૂરીશ્વરજી મહારાજનું કંઈ અપમાન થાય, તે તે મહાદુઃખદાયી થઈ પડે. અરે, કદાચિત એક વખત આપણને કંઈ આફતમાં પણ આવવું પડે, તે પણ ગુરૂભકિત કે શાસનસેવા માટે એવી આફત ઉઠાવવી, એ પણ આપણે માટે તે શ્રેયસ્કરજ છે, પણ એથી સૂરીશ્વરજી મહારાજને તે ચેતી જવાનો પ્રસંગ મળશેજને!” બસ, આજ અભિપ્રાયથી તેઓએ પહેલાં મળવાનું ઉચિત ધાર્યું હતું.
શ્રાવકે બેલાવવા આવ્યા. ઉપાધ્યાયજી, સિંહવિમલજી. પંન્યાસ, ધર્મસીદ્રષિ અને ગુણસાગરને સાથે લઈ પહેલાં અબુલફજલને ત્યાં ગયા. અબુલફજલની પાસે જઈને પહેલાં ઉપાધ્યાયજીએ એજ કહ્યું“અમે ફકીર છીએ, ભિક્ષાવૃત્તિ કરી નિર્વાહ કરીએ છીએ, એક કે પણ પાસે રાખતા નથી. ગામ નથી, ગરાસ નથી, ઘર નથી, ખેતર નથી, પગે ચાલીને પૃથ્વી પર ગ્રામાનુગ્રામ ભ્રમણ કરીએ છીએ. તેમ મંત્ર, જંત્ર અને તંત્રાદિપણુ કરતા નથી, તે પછી બાદશાહે શા કારણથી અમને (અમાસ ગુરૂ હીરવિજયસૂરિને) લાવ્યા છે?
ઉપાધ્યાયજીના આ પ્રશ્નને ખુલાસે અબુલફજલે માત્ર એટલાજ શબ્દોમાં કર્યો કે-“બાદશાહને આપનું બીજું કંઈજ કામ નથી, માત્ર તેઓ આપની પાસેથી ધર્મ સાંભળવાને ચાહે છે.”
તે પછી અબ્દુલફજલ આ ચારે મહાત્માઓને બાદશાહ પાસે લઈ ગયે. અને તેઓને પરિચય કરાવતાં કહ્યું- આ મહાત્માએ તેજ હીરવિજયસૂરિના ચેલાઓ છે કે-જેઓને અહિં પધારવા માટે આપ નામદારે આમંત્રણ મોકલ્યું છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org