________________
આમત્રણ ~ ~~~~ ~ ~~~~~~~~~~~~~~~~~~~ ~ “ખાન સાહેબ! અમારે ધર્મ જુદા જ પ્રકાર છે. અમારે માટે તે પરમાત્મા મહાવીર દેવે એમજ કહ્યું છે કે “તમને કઈ ગમે તેવી તકલીફ દે, તે પણ તમે તેના ઉપર સમભાવજ રાખજે” પ્રભુની આ આજ્ઞા અમારે જે કે શિવાહા છે, તે પણ એ તે મારે અવશ્ય કહેવું પડશે કે હજુ મારી તેવી અવસ્થા આવી નથી. અને જે દિવસે સંપૂર્ણ રીતે તેવી અવસ્થા પ્રાપ્ત થશે, તે દિવસ હું સ્વયં મારા આત્માને ધન્ય માનીશ. તે પણ અત્યારે હું એટલું તે તમને અવશ્ય કહીશ કે, મને તમારા ઉપર લગાર માત્ર પણ દ્વેષ નથી. તમારે તે સંબંધી તમારા અંતઃકરણમાં લગાર માત્ર પણ ચલાનિ ન લાવવી. હું માનું છું કે દુનિયામાં મારૂં કઈ ભલું કે બૂર કરતું જ નથી. જે કાંઈ સારા-ખેટાને કે સુખ દુઃખને અનુભવ હ કરું છું તેમાં મારા પિતાનાં જ કર્મો કારણભૂત છે. તે સિવાય બીજું કેઈ કારણભૂત નથી. સંસારમાં આપણે જેવાં જેવાં કર્મો કરીએ છીએ; તેવાં તેવાં ફળો આપણને મળે છે. માટે તમે લગાર માત્ર પણ તે સંબંધી વિચાર કરશે નહિ.” ' સૂરિજીએ તે પછી પિતાના આચાર સંબંધી કેટલુંક વિવેચન કર્યું, અને શિહાબખાનને એ વાત દઢતાપૂર્વક સમજાવી કે“અમે કંચન અને કામિનથી સર્વથા દૂરજ રહીએ છીએ. હીરા, મોતી, માણેક આદિ ઝવેરાત અને પિસે ટકે એ વસ્તુઓ અમારાથી રાખી શકાયજ નહિં. અમારે તે પગે ચાલીનેજ ગામેગામ વિચરી, જનસમાજને ઉપદેશ આપવાને ધર્મ છે, માટે આપ જે કંઈ વરતુઓ મારી સગવડતાની ખાતર સાથે મેકલવા કે આપવા ચાહે છે, તે વસ્તુઓ મારા ધર્મના ભૂષણરૂપ નથી. માટે હું મારા ધર્મ પ્રમાણે ગામેગામ વિચરતે વિચરતે સમ્રાની પાસે જેમ બનશે, તેમ જલદી પહોંચીશ.”
સૂરીશ્વરજીના આ વક્તવ્યે શિહાબખાનના હૃદયમાં સચોટ અસર કરી, જૈન સાધુઓની ત્યાગવૃત્તિ અને ચીરાલ ફકીરી ઉપર તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org