________________
આમરણ, - ~- ~ ~~~~~ ~ ~~
~ ~~~~~ સફળ કરશે, એમ અમને ચોકકસ ખાતરી છે, અમારે આત્મદેવ એવીજ સાક્ષી પૂરે છે.”
તે પછી સૂરિજી મહારાજને વિહાર કરવાનું નક્કી થતાં હર્ષના આવેશપૂર્વક એકઠા થયેલા સંઘે એકી અવાજે વીર પરમાત્માની અને હીરવિજયસૂરિ મહારાજની જય બોલાવી આપે ઉપાશ્રય ગજાવી દીધે.
- આજે માગશર વદિ ૭ ને દિવસ છે. હજારે મનુષ્યની ભીડ
ધારના ઉપાશ્રયમાં થઈ રહી છે. સાધુ-મુનિરાજે કમ્મર બાંધવાની તૈયારી કરી રહ્યા છે. આગેવાન શેઠિયાઓ સૂરિજી મહારાજ પાસે બેસી હર્ષ અને શેકની સમકાલીન સ્થિતિમાં સૂરિજી મહારાજના મુખ કમલથી બોધવચને ગ્રહણ કરી રહ્યા છે. એક તરફ સ્ત્રી વર્ગનું મહેકું કેળું ઊભું છે. તેમાં કેટલીક ગુરૂવિરહથી આંસુ પાડી રહી છે, કેટલીક “ગુરુ મહારાજ અકબર બાદશાહને બંધ આપવા જાય છે” વિગેરે વાતો કરી રહી છે, કેટલીક “ગુરૂ મહારાજ એટલે બધે દૂર જાય છે, તે હવે દર્શન કયારે થશે?” એવી ભાવનાઓ કરી નિસ્તેજ મુખે સ્તબ્ધ થઈ ઉભી રહી છે, જ્યારે કેટલીક ગાવામાં હેશિયાર ગણાતી મહિલાએ “ગુરૂવિરહની ગળીઓ ગાઈ રહી છે. મુનિરાજે કમ્મર બાંધીને તૈયાર થયા, એટલે સૂરિજી મહારાજે પણ તરાણી અને દંડે હાથમાં લીધે. હજારે સ્ત્રી-પુરૂષ સૂરિજીની મુખમુદ્રાને નિહાળતાંજ રહ્યાં. સૂરિજી આગળ આગળ ચાલવા લાગ્યા. પાછળ પાછળ મુનિરાજેનો સમુદાય પિત પિતાની ઉપધિ અને પાતરાં ખભે લઈ ચાલવા લાગ્યું. તેમની પાછળ પુરૂષને સમુદાય અને સૌથી છેલ્લે સ્ત્રી સમુદાય ચાલવા લાગ્યો. ગુરૂથી પડતા આ લાંબા વિરહની વાર્તા જેમ જેમ મનુષ્યોના મગજમાં આવવા લાગી, તેમ તેમ તેઓના હૃદયે ભરાઈ આવવા લાગ્યા અને ગમે તેટલી ધીરતાથી રોકવા છતાં પણ દરેકની આંખેથી આંસુ પડવાજ લાગ્યાં, ગુરૂ તે હજારે મનુષ્યની આ ઉદાસીનતાને ન દેખતાં માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org