SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશ્વર અને સારુ ---- --- - - -- - - હોય છે. અત્યારને ધર્મ પાંગળો છે. લેકેને સમજાવી સમજાવીને યુકિત ઠસાવી હસાવીને જે ધર્મ કરાવવામાં આવે, તેજ મનુષ્ય ધર્મમાં આરૂઢ થાય છે, અને પુણ્યકાર્યમાં જોડાય છે. એટલા માટે આપણે તે શાસનસેવાનીજ ભાવના રાખવી જોઈએ અને શાસવાની લાગણથી–ભાવનાથી આપણને ગમે ત્યાં જવું પડે, તે પણ આ પણે તેમાં સંકોચ રાખજ ન જોઈએ. પરમાત્મા મહાવીર દેવના અકાય સિદ્ધાન્તને ઘેર ઘેર જઇને પ્રકાશ કરવામાં આવશે, ત્યારે જ આપણે સાચી શાસનસેવા બજાવી શકીશું. સર્વ વ શા નરવા એ ભાવનાને મૂળ ઉદ્દેશ્ય શું છે? ગમે તે રીતે પણ મનુ વેને ધર્મના-અહિંસા ધર્મના અનુરાગી બનાવવા માટે પ્રયત્ન કર. માટે તમે બધા બીજે બધે વિચાર છેડી દઈને અકબરની પાસે જવા માટે મને સમ્મત થાઓ, એજ હું ઇચ્છું છું.” સૂરિજી મહારાજના ગંભીરતાવાળા આ ઉપદેશની દરેક ઉપર વિજળીની માફક અસર થઈ. એક વખત જે લેકે અકબરની પાસે જવામાં અલાભ જોતા હતા, તેઓ બધા લાભજ જેવા લાગ્યા. “સૂરિજી મહારાજના ઉપદેશથી બાદશાહ માંસાહાર છોડી દે, તે કેવું સારું !” સૂરિજી મહારાજના ઉપદેશથી બાદશાહ પશુવધ બંધ કરે, તે કેટલો બધો લાભ થાય ?” “સૂરિજી મહારાજના ઉપદેશથી બાદશાહ જૈન થાય, તે કેવી મજાહ?” એમ અનેક ક૯૫નાદેવીના ઘડાઓ દરેકના હૃદયમાં દોડાદોડ કરવા લાગ્યા. દરેક એકી અવાજે સૂરિજી મહારાજને પ્રસન્નતાથી કહેવા લાગ્યા– “સાહેબજી! આપ ખુશીથી પધારે. અમે બધા રાજી છીએ. આપ મહાપ્રતાપી પુરૂષ છે, આ૫ મહાપુણ્યશાળી છે, આપના તપરતેજથી બાદશાહ રાગી થશે અને અનેક પ્રકારનાં શાસનની ઉન્નતિનાં કાર્યો થશે. આપ પ્રભુ હેમચંદ્રાચાર્યના જેજ પ્રતાપ પાઠ જીવદયાને વિજય વાવ આ ભારતભૂમિમાં ફરકાવે, એવી અમે આશા રાખીએ છીએ. અને અમારી તે આશા શાસનદેવ અવશ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy