________________
૭૮
સૂરીશ્વર અને સમ્રાટ
નાયક છે, અને જેને આપણે “હિરવિજયસૂરિ' ના નામથી ઓળખીએ છીએ. - આ હીરવિજયસૂરિની સાથે અકબર બાદશાહને સંબંધ કેવી રીતે થયે, એ તરફ હવે આપણે દષ્ટિપાત કરીએ.
એક વખત અકબર બાદશાહી મહેલના ઝરૂખે બેસી નગરચર્ચા જોઈ રહ્યા હતા. તે વખતે તેના કાનમાં વાજિંત્રોને અવાજ પડ્યો. આ અવાજ સાંભળી તેણે પિતાની પાસે ઉભેલા એક નેકરને પૂછ્યું – “આ ધૂમધામ શાની છે?” તેણે જણાવ્યું કે–ચાંપા નામની એક શ્રાવિકાએ છ મહીનાના ઉપવાસ કર્યા છે. તે ઉપવાસ એવા કે-જ્યારે જરૂર પડે ત્યારે માત્ર દિવસે ગરમ પાણી સિવાય કઈ વખત બીજી કંઈ પણ વસ્તુ મોંમાં નાખી શકાય નહિ અને તે નિમિત્ત આ વાજિ વાગી રહ્યાં છે.
છ મહીનાના ઉપવાસ” આ શબ્દ સાંભળતાંજ બાદશાહ તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયે. મુસલમાને એક મહીનાના રજા કરે છે, તેમાં પણ રાત્રે તે પેટ ભરીને ખાય છે તેમાં તે કેટલુંએ કષ્ટ પડે છે તે પછી બિલકુલ ભેજન લીધા સિવાય છ મહીનાના ઉપવાસ કેમ થઈ શકે? આ શંકા તેના હૃદયમાં ઉપસ્થિત થઇ અને તેથી તેણે આ વાતની ખાતરી કરવાને માટે મંગલ ચોધરી અને કમર
૧ છ મહીનાના ઉપવાસથી, કેઈએ એમ નથી સમજવાનું કેઆજ કાલ જૈનોમાં જેમ છમાસી તપ એટલે એક દિવસ ઉપવાસ અને એક દિવસ પારણું-એમ છ મહીના સુધી કરે છે, તે કર્યો હતો, પરંતુ ચાંપાએ લાગટ છ મહીના સુધી ઉપવાસો કર્યા હતા, એમાં લગારે અત્યુતિ જેવું નથી, કારણ કે-તે પ્રમાણે છ મહીનાના લાગેટ ઉપવાસ કર્યાના બીજા પણ કેટલાંક પ્રમાણમાં મળે છે. જેમ, જે સમયની આપણે વાત કરીએ છીએ, તે સમયથી કંઈક પહેલાં એટલે વિક્રમની પંદરમી શતાબ્દિમાં થયેલ સેમસુંદરસૂરિના વખતમાં શ્રી શાંતિચંદ્રગણિએ પણ છ મહીનાના લાગેટ ઉપવાસ કર્યા હતા.
જાઓ, “તમતમારાચ્છ ” સગે ૧૦ મે, કલેક ૬૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org